ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે અને તે દેશની આવક સાથે સંબંધિત છે. હકીકતમાં સેન્ટ્રલ બેંકે શુક્રવારે વિદેશી મુદ્રા ભંડારનો ડેટા શેર કર્યો છે. જે પ્રમાણે India Forex Reserve રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ ચોથું અઠવાડિયું છે કે, જેમાં સતત આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે. આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર 6 સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં વધીને 689.235 અબજ ડોલર થઈ ગયો છે.ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve)માં વધારાનો સિલસિવલો સતત ચાલુ છે. આ ચોથા મહિનામાં વધારા સાથે હવે 700 અબજ ડોલરની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં 6 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 5.248 અબજ ડોલરનો જંગી ઉછાળો નોંધાયો છે. જેના કારણે આ અનામત 689.235 બિલિયનના નવા જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ પેહલાના અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વનો આંકડો 683.987 અબજ ડોલર હતો.
RBIના આંકડા પર વિદેશી ચલણની સ્થિતિ :
વિદેશી મુદ્રા ભંડારમાં વધારાની સાથે ભારતના અન્ય ભંડારમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ફોરેન કરન્સી એસેટ રિઝર્વ (FCAs)માં 5.107 અબજ ડોલરનો વધારો થયો છે અને હવે તે 604.144 અબજ ડોલરના નવા સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે એફસીએમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન યુએસ કરન્સીમાં વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે.
સોનાના ભંડારમાં પણ મોટો વધારો :
ફોરેક્સ રિઝર્વની સાથે ભારતીય રિઝર્વ બેંકે આંકડા રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે, દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ 129 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તેના કારણે તે 61.988 અબજ ડોલર થયો છે. આ સાથે સરકાર કે સરકારી બેંકમાં જમા થયેલું સોનું ‘ગોલ્ડ રિઝર્વ’ છે. તે ભારતીય ચલણને ટેકો આપવા માટે જમા કરવામાં આવે છે. ગોલ્ડ રિઝર્વ વધતા દેશો માટે ફુગાવા સામે રક્ષણ મળે છે અને અર્થતંત્રને સપોર્ટ મળે છે. સેન્ટ્રલ બેંકના ડેટામાં અન્ય આંકડાઓ પણ સામેલ છે. આમાંથી એક સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) છે, જેમાં 4 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તે પછી તે 18.472 બિલિયન ડોલર થઈ ગયો છે. આ સાથે 6 સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયા સુધી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ભારતની થાપણોમાં 9 અબજ ડોલરનો વધારો નોંધાયો છે અને તે વધીને 4.631 અબજ ડોલર પર પહોંચી ગયો છે.