Wednesday, March 11, 2026
HomePoliticsભારત-અમેરિકા વચ્ચે 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક

ભારત-અમેરિકા વચ્ચે 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

નવી દિલ્હી: દેશની કેન્દ્રીય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિભિન્ન સુધારાઓ ભારતને વિદેશી રોકાણ માટે આકર્ષક હબ બનાવશે. તેમજ અમેરિકા-ભારત વચ્ચે 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર થવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે.અમેરિકાની ટોચની કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને નાણાં મંત્રીએ સંબોધતાં આ અંગે જણાવ્યુ હતું કે, હાલમાં જારી રાહત પેકેજો ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. તેમજ વેક્સિનેશન અભિયાનો વેગવાન બની આગામી સમયમાં આર્થિક રિકવરી મજબૂત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત આર્થિક વૃદ્ધિ દરમાં પણ વધારો કરશે. જે વિભિન્ન સેક્ટર્સમાં વિદેશી રોકાણોને આકર્ષશે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, આરએન્ડડીમાં રોકાણ તકો વધશે. સરકાર દેશને ઈનોવેશન અને આર્થિક ગતિવિધિઓમાં વૈશ્વિક સ્તરે કોમ્પિટીટીવ હબ તરીકે સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. વર્તમાન બજેટમાં રોકાણો અને ટેક્સની આકરણી, એસેટ મોનેટાઈઝેશન, સેક્ટર્સનુ ખાનગીકરણ પર ફોકસ કરવામાં આવ્યુ છે.નાણાં મંત્રીએ યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રોગ્રામમાં આ અંગે નિવેદન આપ્યુ હતું. જેમાં જનરલ ઈલેક્ટ્રિક, બેક્સટર હેલ્થકેર યુએસએ, બ્રેમ્બ્લેસ, માર્શ એન્ડ મેકલેનન, પેપ્સિકો સહિત વિદેશી કંપનીઓના એક્ઝિક્યુટીવ્સ સામેલ રહ્યા હતા. વધુમાં તેઓએ કોવિડ-19ની બીજી લહેરમાં ભારતને જરૂરી પ્રોડક્ટ્સ પૂરી પાડવા ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરવા બદલ ટોચની 40 અમેરિકન કંપનીઓના સીઈઓની કામગીરીને બિરદાવી હતી.આર્થિક બાબતોના સચિવ અજય શેઠે પોલિસી અને ટેક્સેશન મામલે ભારતની સફળતાને હાઈલાઈટ કરી હતી. યુએસઆઈબીસીની સ્થાપના 1975માં બિઝનેસ એડવોકેસી ઓર્ગેનાઈઝેશન તરીકે થઈ હતી. જેનો હેતુ ભારત-અમેરિકા વચ્ચેના ખાનગી સેક્ટરમાં રોકાણોને વેગ આપવાનો છે.ભારત અને અમેરિકા બંનેના ખાનગી સેક્ટર્સમાં રોકાણ પ્રવાહ વધારવા માટે પ્રોત્સાહનો પૂરા પાડવાનો છે. કાઉન્સિલ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યવસાયને સરળ, વધુ કાર્યક્ષમ અને વધુ ફાયદાકારક બનાવવામાં મદદ કરે છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here