ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ ઇન્વેસ્કો મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ) ના લોન્ચની જાહેરાત કરી હતી. ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડનો હેતુ મલ્ટીપલ એસેટ ક્લાસનાં સક્રિયપણે મેનેજ્ડ પોર્ટફોલિયો દ્વારા લોંગ ટર્મ મૂડી વૃદ્ધિ/આવક ઉભી કરવાનો છે. આ ફંડ તેની નેટ એસેટનાં લગભગ 10%-80% નું રોકાણ ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 10%-80% ડેટ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 10%-50%નું રોકાણ ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં કરશે. ઇક્વિટી ફાળવણીના સમયગાળાની અંદર, ફંડ ઉપલબ્ધ તકોના આધારે સ્કીમની નેટ એસેટના 35% સુધીનું રોકાણ ઓવરસીઝ સિક્યોરિટીઝ# માં કરી શકે છે. શ્રી તાહેર બાદશાહ અને શ્રી હેરીન શાહ આ ફંડનું સંચાલન કરશે અને તેને નિફ્ટી 200 TRI (60%) + CRISIL 10 વર્ષનો ગિલ્ટ ઇન્ડેક્સ (30%) + સોનાના સ્થાનિક ભાવ (5%) + ચાંદીના સ્થાનિક ભાવ (5%) ના આધારે માપવામાં આવશે.આ લોંચ પર બોલતા, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી તાહેર બાદશાહે કહ્યું કે “આપણે બધા જાણીએ છીએ કે અસ્ક્યામતોની વિવિધ શ્રેણીઓમાં રોકાણ કરવું કેટલું મહત્વનું છે, જો કે, માર્કેટની સતત બદલાતી પરિસ્થિતિઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવું મુશ્કેલ છે. ઈન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ સાથે, આવકમાં વૃદ્ધિ કરવા અને જોખમ ઓછું કરવા માટે અમે એક અનન્ય વ્યૂહરચના લાવી રહ્યા છીએ જ્યાં ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને સોના/ચાંદીમાં ફાળવણી કરવામાં આવે છે. આ ફંડ એ અમારા વિવિધ નાણાંકીય ઉત્પાદનોમાં એક મહત્વપૂર્ણ નોંધપાત્ર ઉમેરો છે, જે રોકાણકારોને વિવિધ અસ્ક્યામતોમાં રોકાણ અને જોખમનું સંચાલન કરવા માટે ઓલ-ઇન-વન ઉકેલ ઓફર કરે છે.”તાહેરે કહ્યું, “રોકાણકારોને તેમના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા માટે, મલ્ટિ-એસેટ એલોકેશન ફંડની શ્રેણી દરેક પોર્ટફોલિયોનો મુખ્ય ઘટક બનશે”.
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર શ્રી હેરીન શાહે વધુમાં જણાવ્યું હતું કે “માર્કેટ સ્થિર છે. બદલતી મેક્રો રેજિમને કારણે તકો અને જોખમ બદલતા રહે છે. વિવિધ મેક્રો રેજિમમાં જોખમો અને સહ ક્રિયાઓ પણ બદલાય છે. મેક્રોઇકોનોમિક વલણો, માર્કેટની સ્થિતિ અને જોખમી પરિબળોનું મૂલ્યાંકન કરીને, પોર્ટફોલિયો પ્રચલિત તકો સાથે સંરેખિત છે, તે સુનિશ્ચિત કરવા માટે અમે યોજનબન્ધ રીતે અસ્કયામતોની ફાળવણી કરીએ છીએ. આ સંરચિત અભિગમ અમારા રોકાણકારો માટે સુસંગત પરિણામો પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે.”NFO દરમિયાન રોકાણની ન્યુનતમ રકમ રૂ. 1,000/- છે અને ત્યારબાદ તે રૂ. 1/-ના ગુણાંકમાં છે. SIP માં રોકાણો માટે, એપ્લિકેશનની ઓછામાં ઓછી રકમ રૂ. 500/- છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. જો રોકવામાં આવેલ યુનિટના 10% સુધી 1 વર્ષની અંદર રિડીમ/સ્વિચ આઉટ કરવામાં આવે, તો ફંડ પર કોઈ એક્ઝિટ લોડ વસુલવામાં નહીં આવે. એક વર્ષની અંદર 10% થી વધુ યુનિટના કોઈપણ રિડેમ્પશન/ સ્વિચ આઉટ માટે, 1% નો એક્ઝિટ લોડ વસૂલવામાં આવશે. જો ફાળવણીની તારીખથી 1 વર્ષ પછી યુનિટ રિડીમ/સ્વિચ આઉટ કરવામાં આવે તો કોઈ એક્ઝિટ લોડ લેવામાં નહીં આવે.