ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઈ છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 316 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.આ મેચમાં ટ્રેવિસ હેડે 129 બોલમાં 154 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. વનડેમાં આ તેનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તેણે માર્નસ લાબુશેન સાથે મળીને 148 રનની ભાગીદારી કરી હતી. લાબુશેને હેડનો સાથ આપતા 61 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
હેડે રમેલી આ તોફાની ઇનિંગમાં તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા અને તોડી નાખ્યા હતા. જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ પણ સામેલ છે. આ તોફાની ઇનિંગ હેડે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમી હતી. હેડ આ મેદાન પર ઇંગ્લેન્ડ સામે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટર બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ રોહિતના નામે હતો, જેણે 2018માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 137 રન બનાવ્યા હતા. આ સિવાય હેડે ઈંગ્લેન્ડમાં રમેલી આ ઈનિંગ કોઈપણ ઓસ્ટ્રેલિયન બેટર દ્વારા રમાયેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ શેન વોટસનના નામે હતો.
TAKE A BOW, TRAVIS HEAD. 🙇♂️
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024
– 154* (129) with 20 fours and 5 sixes & 2/34. An exhibition of ruthless batting in a 316 run chase. It's been a godly last few years for Head, he's in purple patch. 🤯⭐ pic.twitter.com/g0OylFVJnI