Saturday, September 21, 2024
HomeBusinessITATએ આપ્યો ઐતિહાસિક ચુકાદો : NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની...

ITATએ આપ્યો ઐતિહાસિક ચુકાદો : NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની રકમ નોન-ટેક્સેબલ

Date:

spot_img

Related stories

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ...

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી...

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...
spot_img

ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે, વિદેશમાં રહેતાં ભાઈ પાસેથી મળેલી રૂ. 20 લાખ સુધીની ભેટ પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. ITATએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે, ભારતીય ટેક્સ કાયદામાં કરદાતાઓ માટે સંબંધીઓ પાસેથી મળતી ગિફ્ટ પર છૂટની જોગવાઈ છે.ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ કોઈપણ સંબંધી પાસેથી રૂ. 50 હજારથી વધુની રોકડ ગિફ્ટને અન્ય સ્રોતોમાંથી મળતી આવક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેના પર ઈનકમ ટેક્સના નિશ્ચિત દર અનુસાર ટેક્સ કપાય છે. જો કે, ઘણા કિસ્સામાં અંગત સંબંધી પાસેથી મળતી ગિફ્ટ, લગ્ન કે વારસામાં મળેલ પ્રોપર્ટી પર ટેક્સની છૂટ હોય છે.ઈનકમ ટેક્સ એક્ટની કલમ 56 (2) (x) હેઠળ ભાઈને મળતી ગિફ્ટ પર ટેક્સમાં છૂટ હોય છે. ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલે સલામ નામના એખ વ્યક્તિને ટેક્સ છૂટ સંબંધિત કેસમાં ચુકાદો આપતાં વિદેશથી મળતી 20 લાખ સુધીની રોકડ ગિફ્ટને ટેક્સ ફ્રી ગણાવી છે. સલામને તેના ભાઈ પાસેથી રોકડ ગિફ્ટ મળી હતી, જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. જેને પડકારતાં ઈનકમ ટેક્સ કમિશનરના અધિકારીએ આ નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે, કરદાતા એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે, સાલમને પોતાના ભાઈ તરફથી રકમ મળી છે. બાદમાં તેણે ITATમાં અપીલ કરી હતી. જેમાં તેણે પુરાવા રજૂ કર્યા હતા કે, દુબઈમાં રહેતાં તેના ભાઈએ તેને ગિફ્ટ પેટે રૂપિયા આપ્યા હતા. તેનો ભાઈ છેલ્લા 25 વર્ષથી દુબઈમાં રહે છે, જ્યાં તે બિઝનેસ કરે છે. અપીલ દરમિયાન અરજદારે કહ્યું કે, તેના ભાઈએ આ રકમ ત્રણ ચેક મારફત બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં પોતાના ભાઈના બેન્ક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને ઈન્વેસ્ટર ક્લાસ વિઝા પણ રજૂ કર્યા હતા. આ ગિફ્ટ તેને 26 ઓગસ્ટ, 2022ના આપી હતી. ITATના સભ્ય પ્રશાંત મહર્ષિએ તમામ પુરાવાના આધારે નિર્ણય આપ્યો હતો કે, સલામને મળેલ રૂ. 20 લાખ નોન-ટેક્સેબલ ઈનકમ છે.

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ...

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી...

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here