બોલીવૂડ એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમના પારિવારિક સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ આવ્યા ત્યારે બંનેના ડિવોર્સની વાતને લઇને વધુ વેગ મળ્યો. અભિનેત્રી રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં માત્ર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી.જ્યારે અભિષેક તેના માતા-પિતા અને બહેન સાથે અલગથી આવ્યો હતો.આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાયને કહી રહી છે કે તે મારી દીકરી નથી પણ તેની વહુ છે. આ કહેવા પાછળનું કારણ શું?