જુનાગઢ જિલ્લાના નાનકડા ગામ સમઢીયાળાની ખેડૂતપુત્રી મોના સાવલીયાએ 8 દિવસમાં લેહ-લદ્દાખમાં આવેલા માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટર (18,750 ફૂટ) ઊંચાઇએ આવેલા બંને શિખર સર કરીને અનોખી સિદ્ધિ મેળવી છે. મોના સાવલીયા કહે છે કે, ‘2022માં હું બીએસ.સી એગ્રીકલ્ચરમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે મને પર્વતારોહણ વિશેની સમજ મળી. પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી એટલે પર્વતારોહણની તૈયારી શરુ કર્યા પહેલાં માતા-પિતાને તેના વિશે વાત કરી હતી. માતા-પિતાએ મને સપોર્ટ આપવાની તૈયારી દર્શાવતા પર્વતારોહણ કરવું તે મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય બની ગયો.’