Janmashtami 2024: બરાબર રાત્રીના 12 ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા. રાત્રે કર્ણપ્રિય મટકીગીતોના ગાન સાથે કૃષ્ણભકિતના ગીતોની રમઝટ બોલાવાવવામાં આવી હતી.સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાજ્યભરના મંદિરો અને સોસાયટી અને ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો, સોસાયટી અને ઘરમાં સજાવટ સાથે ભક્તિમય બન્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જન્માષ્ટમીના દિવસે દ્વારકા, ડાકોર, સહિત રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ મંદિરોમાં ફુલોથી ડેકોરેશન અને વિવિધ થીમ પર મંદિર ની સજાવટ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત રાત્રીના દરમિયાન ભજન સાથે રાત્રે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે સુંઠ, પંજરી અને વિવિધ મીઠાઈનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ગઈકાલે (સોમવારે) દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ મટકી બાંધવામાં આવી હતી તે કેટલીક જગ્યાએ સોસાયટીના રહીશોએ તો કેટલીક જગ્યાએ ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.મંદિર, સોસાયટી અને ઘરોમાં સવારથી મોડી રાત્રી સુધી ભજન- કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા.
રાજ્યભરમાં કનૈયાના જન્મોત્સવના વધામણા કરાયા : બરાબર રાત્રીના 12 ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજી ,ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Date: