કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતીય સતામણીનો વિવાદ સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે, જેમાં કર્ણાટક મહિલા આયોગ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. થોડા સમયથી મલયાલમ સિનેમામાં મહિલાઓ અને અભિનેત્રીઓની સ્થિતિ વિશે માહિતી આપતી હેમા સમિતિના અહેવાલની ખૂબ ચર્ચા થઈ હતી. હવે કર્ણાટક મહિલા આયોગે કન્નડ સિનેમામાં થતા યૌન શોષણ અને અન્ય દુર્વ્યવહારનો સામનો કરવા કન્નડ ફિલ્મ ચેમ્બર સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું.
જો કે કન્નડ ફિલ્મ ચેમ્બર યૌન શોષણ જેવા મુદ્દા માટે સમિતિ બનાવવા માગતી ન હતી, પરંતુ કર્ણાટક રાજ્ય મહિલા આયોગે પ્રશ્ન કર્યો છે કે, આ મુદ્દે કોઈ પગલાં લેવા કે પછી સમિતિની રચના કરવી કેમ શક્ય નથી? કર્ણાટક મહિલા આયોગે દલીલ કરી હતી કે, કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની જાતીય સતામણીનો મુદ્દો ખૂબ મોટો છે. આ દુષણ ખૂબ જ ઊંડું છે અને તે જાણવા માટે એક ગુપ્ત સર્વે કરવાની પણ તૈયારી કરાઈ રહી છે.