ગુજરાતમાં ટૂંક સમયમાં ઈ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલણ શરૂ કરવામાં આવશે. જો વાહન માલિક પાસે પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ બાકી હશે. તે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે. ત્યારે તેનું સ્કેનિંગ થઈને ઓટોમેટિક ઈ-ચલણ ઈશ્યૂ થઈ જશે. મળતી માહિતી અનુસાર, આગામી એક મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ટોલ પ્લાઝા પરથી ઈ-ચલણ જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશે.
જેમાં વાહન માલિકને પીયુસી, ટેક્સ, વીમો બાકી હશે. તેનું ટોલ પ્લાઝા પરથી ઓટોમેટિક ઈ-ચલણ જનરેટ થશે. આ પ્રોજેક્ટથી રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહન ચાલકોને સીધી અસર થશે. ટ્રક, ગુડ્સ, ખાનગી બસ સહિત તમામ કોમર્શીયલ વાહનોને સમવાયા છે. આમાંથી જે વાહનોમાં પુરાવા બાકી હશે તેવા વાહનોને ટોલ પ્લાઝા પરથી ઈ-ચલણ જનરેટ થશે. રાજ્યના તમામ ટોલ પ્લાઝા પર વાહન સ્કેનિંગ કરીને ઈ-ચલણ જનરેટ કરાશે.ઉલ્લેખનીય છે કે, ઈ-ચલણ ભરવાની સમય મર્યાદા નથી.પરંતુ વાહન સબંધિત કામગીરી કરવા જતાં પહેલા વાહન માલિકે ઈ-ચલણ કલીયર કરવું પડશે. પરિવહનની વેબસાઇટ પર નેટ બેંકિંગ, યુપીઆઈ, વોલેટ અને ડેબિટ- કાર્ડથી ભરી શકાય છે.