દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ દારૂ કૌભાંડ સંબંધિત CBIના કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે ગુરુવારે (આઠમી ઓગસ્ટ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ 20મી ઓગસ્ટ સુધી લંબાવી છે. કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયા હતા.
દિલ્હી હાઈકોર્ટેમાં કેજરીવાલને ઝટકો :
સોમવારે (પાંચમી ઓગસ્ટે) દિલ્હી હાઈકોર્ટે લિકર પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી છે. હવે કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે. હાઈકોર્ટના આદેશ બાદ હવે તેઓ જેલમાંથી બહાર નહીં આવી શકે. સીબીઆઈ કેસમાં ધરપકડને ગેરકાયદે જાહેર કરતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટે જામીન માટે નીચલી કોર્ટમાં જવાનું કહ્યું છે.દિલ્હી હાઈકોર્ટે બુધવારે (સાતમી ઓગસ્ટ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને પૂછ્યું કે, ‘મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકારતી અરજીમાં કયું પાસું બાકી છે, જ્યારે તેમને એક્સાઇઝ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.’ નવી તારીખ માંગવા પર જસ્ટિસ કૃષ્ણાએ કહ્યું, ‘છેલ્લી વખતે પણ સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. તમે કોર્ટને દર વખતે વિનંતી કરી શકતા નથી, જાણે કોર્ટ પાસે અન્ય કોઈ કામ નથી. તમારે તે મુજબ તમારી ડાયરી એડજસ્ટ કરવી પડશે. એવું ન વિચારો કે કોર્ટ તમને વિચાર્યા વિના તારીખ આપશે.’ઇડીના વકીલે સ્પષ્ટતા કરી હતી કે, ‘છેલ્લી વખત તારીખની માંગ તપાસ એજન્સીએ નહીં પરંતુ તમારા વકીલ દ્વારા કરવામાં આવી હતી.’ તેમણે હાઈકોર્ટને આ કેસ પર ચર્ચા માટે નજીકની તારીખ આપવા વિનંતી કરી હતી. આ મામલો હવે પાંચમી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.