કુલ ઑફર સાઇઝ (‘Offer’)માં રૂ. 250 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યુ (‘Fresh Issue’) તથા રૂ. 250 કરોડ સુધીના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે (‘Offer for Sale’). એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તા. 6 સપ્ટેમ્બર, 2024ને શુક્રવારના રોજ રહેશે, અને બિડ ઑફર તા. 11 સપ્ટેમ્બર, બુધવારના રોજ બંધ થશે. ઑફર પ્રાઈસ બેન્ડ રૂ. 228થી રૂ. 240 પ્રતિ ઇક્વિટી શેર છે (‘Price Band’).બિડ ઓછામાં ઓછા 62 ઇક્વિટી શેર માટે તથા ત્યારબાદ 62 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે (‘Bid Lot’).કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. i) મશીનરી અને સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચની આવશ્યકતાઓનું ભંડોળ ₹70 કરોડ હોવાનો અંદાજ છે ii)બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી રૂ. 90 કરોડના અંદાજિત અમુક બાકી ઉધાર-ઋણનો હિસ્સો, (iii) કાર્યકારી મૂડીની જરૂરિયાતોની રકમ રૂ. 30 કરોડ હોવાનો અંદાજ છે. સાથોસાથ, સામાન્ય કોર્પોરેટ (વ્યાપારી) હેતુ માટે કેટલીક બાકી રકમ છે (‘Objects of Offer’).આમાં ઑફર ફોર સેલ (‘Offer for Sale’)માં સુધીર રાયના રૂ.168 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ અને અનીતા રાયના રૂ.82 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે (‘Promoter Selling Shareholders’).તા. 2 સપ્ટેમ્બર, 2024ના રોજ (‘Red Herring Prospectus’/ ‘RHP’) કંપનીના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ, ઝારખંડ ખાતે રાંચી (‘ROC’), SEBI તથા સ્ટોક સાથે ફાઇલ કરાયેલા ઇક્વિટી શેર કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઑફર કરાય છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઑફર કરાતા ઇક્વિટી શેરને BSE લિમિટેડ (‘BSE’) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (‘NSE’ તથા BSE સાથે મળીને ‘Stock Exchanges’) એવા સ્ટોક એક્સચેન્જમાં સૂચીબદ્ધ કરવાની દરખાસ્ત છે. ઑફરના હેતુઓ માટે NSE દ્વારા ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકેની કામગીરી કરાશે.ઑફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જે SCRRના નિયમ 19(2)(b)ની દ્રષ્ટિએ SEBI ICDR રૅગ્યુલેશન્સના રૅગ્યુલેશન- 31 સાથે વાંચવામાં આવે છે અને SEBI ICDR રૅગ્યુલેશન્સના રૅગ્યુલેશન-6(1)ના અનુપાલનમાં છે, જેમાં ઑફરના 50 ટકાથી વધારે લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (‘QIBs’ અને તેવો ભાગ, ‘QIB’ ભાગ) માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ નહીં રહે. અલબત્ત, અમારી કંપની BRLM સાથે સલાહ-સૂચન કરીને ફાળવણી કરી શકે છે.