વિશ્વમાં નંબર.1 બ્યુટી બ્રાન્ડ લોરિયલ પેરિસ(L’Oréal Paris)એ આલિયા ભટ્ટને તેના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યાં છે. વિયોલા ડેવિસ, જેન ફોંડા, ઈવા લોંગોરિયા, કેંડલ જેન્નર, એલી ફેનિંગ, કેમિલા કેબેલો તથા અન્ય પ્રવક્તાઓની વિવિધ યાદીમાં તેણે સ્થાન મેળવી લીધુ છે. એવોર્ડ-વિનિંગ આ અભિનેતા, પ્રોડ્યુસર અને ઉદ્યોગ સાહસિક સપ્ટેમ્બર 2024થી શરૂ થનારા ફ્રાંસ બ્યુટી બ્રાન્ડનું કેમ્પેઈન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.ટાઈમ મેગેઝીનના વર્ષ 2024ના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પૈકીની એક આલિયા ભટ્ટનું સિનેમાના પ્રદર્શનોની યાદીમાં વિવિધ ભાષા તથા શૈલિઓમાં સામેલ છે કે જેના માટે તેને એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે અને અત્યંત મહત્વની એવી પ્રશંસા પ્રાપ્ત થઈ છે. એક ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવતા આલિયા, લોરિયલ પેરિસના મૂળના મૂલ્યોનું પ્રતીક છે, જે સમાવેશક અને સશક્તિકરણનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરે છે, અને વિશ્વભરની મહિલા સાથે આત્મ-વિશ્વાસની પરિવર્તનકારી શક્તિને રજૂ કરે છે.“લોરિયલ પેરિસમાં અમે ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટનું પરિવારમાં સ્વાગત કરતા ગૌરવ અનુભવી રહ્યા છીએ. હું એ વાતની પ્રશંસા કરું છું કે આ રીતે આલિયા તેના વૈશ્વિક મંચ અને નિર્માણના સ્વરૂપમાં પોતાની ભૂમિકાનો ઉપયોગ ફિલ્મ ઉદ્યોગમાં સમાવેશિતાને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં ભારતીય સિનેમા પર પ્રકાશ પાડવા માટે કરે છે,” તેમ લોરિયસ પેરિસના ગ્લોબલ પ્રેસિડેન્ટ ડેલ્ફિન વિગુઅર-હોવાસે કહ્યું હતું. “હું લોરિયલ પેરિસ પરિવારમાં સામલ થઈ અને મજબૂત, શક્તિશાળી મહિલાના સમૂહ સાથે ઉભા રહી રોમાંચિત છું. એક એવી વ્યક્તિના સ્વરૂપમાં જેમની હંમેશા સ્કીન સાથે સંકળાયેલ તમામ બાબતોમાં ઊંડો રસ રહ્યો છે, હું બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતા માટે મહત્વના ઈનોવેટીવ અને કટિબદ્ધતા માટે લોરિયલ પેરિસની પ્રશંસા કરું છું. બ્રાન્ડ દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે દરેક મહિલા બહુમૂલ્યતા અને સશક્ત હોવાનો અહેસાસ કરે. હું બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં હકારાત્મક અસર તથા મહિલાઓ માટે સમાવેશિતાને ઉત્તેજન આપવા માટે લોરિયલ પેરિસ સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છું,” તેમ આલિયા ભટ્ટે જણાવ્યું હતું.