જન્મદિવસના અવસરને પર્યાવરણ લક્ષી બનાવીને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળાએ નવતર રાહ ચિંધવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં ધારાસભ્ય મહેશ કસવાળા 52 વર્ષ પૂર્ણ કરી 53 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા કોઈ જન્મદિવસની જાકમજોળ નહિ વૃક્ષારોપણ અને આંગણવાડીના ભૂલકાઓને બિસ્કીટ ચોકલેટનો નાસ્તો અને કેક ખવડાવીને જન્મદિવસની સાદગી ભરી ઉજવણી કરનારા ધારાસભ્ય મહેશ કસવાળાએ 53 માં વર્ષમાં પ્રવેશતા સાવરકુંડલા શહેરમાં નવા આકરા પામતા સ્પોર્ટ્સ સંકુલ ખાતે મહિલા મોરચાની બહેનો સંગાથે 53 વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષોના જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી ને આજના પર્યાવરણ માટે વૃક્ષો અતિ મહત્વના હોય અને વૃક્ષોની વધુ કાળજી લેવાનો આગ્રહ ધારાસભ્ય કસવાળાએ રાખ્યો હતો જ્યારે સાવરકુંડલા શહેરની 71 આંગણવાડી ખાતે ભારત દેશના ભાવિ ભૂલકાઓને બિસ્કીટ ચોકલેટ સાથે કેક પીરસીને જન્મદિવસની ઉજવણી કરવાનું સૌભાગ્ય કસવાળાએ પ્રાપ્ત કર્યું હતું જ્યારે અતિ પછાત વિસ્તાર ગણાતા હાથસણી રોડ પર શિક્ષણ માટે સતત કાર્યશીલ રહેતા ઉદારતા ટ્રસ્ટને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી બાળકોને શેક્ષણીક કીટ અર્પણ કરીને બાળકોને નાસ્તો કરાવ્યો હતો જ્યારે મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્ર્મ સાથે નાસ્તો કરાવીને બાળકોને ખુશ ધારાસભ્ય મહેશ કસવાળાએ કરાવ્યા હતા જ્યારે જન્મદિવસની શુભેચ્છાઓ આપવા સાવરકુંડલા શહેરના વેપારી મહા મંડળ સાથે સહકારી અને શેક્ષણિક અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપના કાર્યકરોએ સત્વ અટલધારા કાર્યાલય ખાતે શુભકામનાઓ પાઠવેલ હતી ત્યારે કાર્યકરો સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ ખાદી કાર્યાલય ખાતે જઈને ખાદીની ખરીદી કરીને કાર્યકર્તાઓને પણ ખાદી પ્રત્યેની લાગણીઓ અંગેની સમજણ આપીને ખાદીનું મહત્વ સમજાવતા કાર્યકરોએ પણ ખાદીની ખરીદી કરી હતી તેમ સત્વ અટલધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.