વિશ્વના છઠ્ઠા સૌથી મોટા જ્વેલરી રિટેઇલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે બ્રિટનના લેસ્ટરમાં તેના બીજા શોરૂમની શરૂઆત કરી છે. વિશ્વના 13 દેશોમાં મલાબારના 350 શોરૂમ છે. લેસ્ટરના સીટી મેયર પીટર સોલસબીએ નવા શોરૂમનું ઉદઘાટન કર્યું હતું. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી (ઇન્ટરનેશનલ ઓપરેશન્સ) શામલાલ અહમદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રિટન અને યુરોપના ઓપરેશન્સના પ્રમુખ મોહંમદ જિયાદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના રિજનલ હેડ સંતોષ ટી, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઝોનલ હેડ નૌફલ થડાથિલ, સમૂહની મેનેજમેન્ટ ટીમના બીજા સદસ્યો, ગ્રાહકો અને શુભેચ્છકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
નવો શોરૂમ બેલગ્રેવ રોડના ગોલ્ડન માઇલ ઉપર સ્થિત છે. આ 2,000 ચોરસફૂટમાં ફેલાયેલો છે અને તેમાં 20 દેશોના 20,000થી વધુ ડિઝાઇન સાથેનું બેજોડ કલેક્શન છે. આ કલેક્શનમાં ગોલ્ડ, ડાયમંડ અને બીજી કિમતી ધાતુઓથી બનેલા ઘરેણા સામેલ છે, જેનો ઉપયોગ લગ્ન-વિવાહના પ્રસંગે દુલ્હન માટે, ખાસ પ્રસંગે પહેરવા માટે તેમજ દૈનિક જીવન અને ઓફિસમાં પહેરવા માટે કરી શકાય છે.
મલબાર ગ્રૂપના ચેરમેન એમ પી અહમદે કહ્યું હતું કે, લંડનમાં અમારા પ્રથમ શોરૂમ સાથે અમે એક વર્ષ પહેલાં જ બ્રિટનમાં અમારા કારોબારની શરૂઆત કરી હતી. અમારા માટે ગર્વની વાત છે કે અમે ખૂબજ ઓછા સમયમાં લેસ્ટરમાં બ્રિટનમાં અમારા બીજા શોરૂમની શરૂઆત કરી છે, જે ગ્રાહકો પ્રત્યે બ્રાન્ડનો વિશ્વાસ દર્શાવે છે. અમે વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ, પારદર્શિતા, 100 ટકા એક્સચેન્જ વેલ્યુ, લાઇફટાઇમ મેન્ટેનન્સ જેવી ખાતરી સાથે ગ્રાહકોની ખરીદીના અનુભવમાં વધારો કરવા માટે સંપૂર્ણપણે કટીબદ્ધ છીએ. અમે નવા સ્ટોરની શરૂઆત સાથે વિશ્વમાં અગ્રણી જ્વેલરી રિટેઇલર બનવાના અમારા લક્ષ્યની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ટરનેશનલ ઓપરેશન્સના એમડી શામલાલ અહમદે જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકોની એક વાઇબ્રન્ટ કમ્યુનિટી છે, જે ભારતીય ઘરેણા અને કારીગરીને ખૂબજ પસંદ કરે છે. તેનાથી પ્રેરિત થઇને અમે લેસ્ટરમાં અમારા નવા શોરૂમની શરૂઆત કરીને અમારી ઉપસ્થિતિને વધારી છે. નવા સ્ટોરની શરૂઆત અમારી રિટેઇલ ઉપસ્થિતિમાં વધારો કરવાની સાથે-સાથે ઉત્કૃષ્ટતા, શિલ્પ કૌશલ્ય અને બેજોડ ગ્રાહક સેવા પ્રત્યેની અમારી અતૂટ કટીબદ્ધતા પણ દર્શાવે છે. અમારી પાસે બ્રિટન અને યુરોપિયન ક્ષેત્રમાં વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજનાઓ છે. આ અંતર્ગત લંડનમાં સાઉથોલ અને વેમ્બલીની સાથે-સાથે બર્મિંઘમ અને માન્ચેસ્ટરમાં પણ ટૂંક સમયમાં ઉદઘાટનની યોજનાઓ સામેલ છે.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારતની પ્રસિદ્ધ સ્વદેશી શિલ્પકલાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે એક મહાત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની શરૂઆત કરી છે. આ અંતર્ગત સમૂહની નવા શોરૂમની શરૂઆત દ્વારા પહેલેથી ઉપસ્થિતિ ધરાવતા ક્ષેત્રોમાં પોતાની ઉપસ્થિતિમાં વધારો કરશે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, મિસ્ર, બાંગ્લાદેશ, તુર્કી અને ન્યુઝિલેન્ડ જેવાં નવા દેશોમાં પણ કારોબારનું વિસ્તરણ કરાશે.
મલાબાર ગ્રૂપના વાઇસ ચેરમેન અબ્દુલ સલામ કે.પીએ જણાવ્યું હતું કે, અમારી કામગીરીમાં જવાબદેહિતા અને ટકાઉપણું કેન્દ્રસ્થાને છે. તેમાં એલબીએમએ-સર્ટિફાઇડ બુલિયનથી લઇને કોઇપણ પ્રકારના સંઘર્ષ વગર હીરો સોર્સ કરવાથી લઇને ગ્રાહકો માટે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવી, ઉચિત લેબર પ્રેક્ટિસ અપનાવવી અને ઇએસજી પહેલો દ્વારા સમાજમાં યોગદાન આપવું સામેલ છે. મેક ઇન ઇન્ડિયા અને માર્કેટ ટુ વર્લ્ડ પહેલ અંતર્ગત અમે ભારતમાં તૈયાર કરાયેલા ઘરેણાને વિશ્વભરના લોકો સુધી પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ઉત્તમ ગુણવત્તા અને સર્વિસ એશ્યોરન્સના મલાબાર પ્રોમિસ સાથે ઘરેણા ખરીદવાનો બેજોડ અનુભવ પ્રદાન કરવા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મલાબાર પ્રોમિસમાં પારદર્શી રીતે કિંમતો નક્કી કરવી, 13 દેશોમાં કોઇપણ શોરૂમમાં લાઇફટાઇમ મેન્ટેનન્સની સુવિધા મેળવવી, ગેરંટેડ બાયબેક, ટેસ્ટેડ અને સર્ટિફાઇડ ડાયમંડ્સ, હીરા અને સોનાના ઘરેણાના એક્સચેન્જ ઉપર 100 ટકા વેલ્યુ, યુકે હોલમાર્ક ધરાવતી જ્વેલરી, રિસ્પોન્સિબલ સોર્સિંગ, ફેર પ્રાઇઝ પોલીસી અને ફેર લેબર પ્રેક્ટિસ સામેલ છે.
વર્ષ 1993માં મલાબાર ગ્રૂપની સ્થાપના સમયથી જ ઇએસજી (એનવાયર્નમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ) પહેલ સમૂહની મુખ્ય પ્રતિબદ્ધતાઓમાં સામેલ રહી છે. આ અંતર્ગત કંપની જે પણ દેશમાં કામ કરે છે ત્યાં આ પહેલો માટે નફાનો પાંચ ટકા હિસ્સો અલગ રાખે છે. આ પહેલ હેઠળ સ્વાસ્થ્ય, હંગર-ફ્રી-વર્લ્ડ, હાઉસિંગ, એજ્યુકેશન, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ ઉપર વિશેષ ધ્યાન અપાય છે. સંગઠનના ઇએસજી લક્ષ્યાંકોને સમયાંતરે વધુ મજબૂત કરાય છે, જેથી એક સમાજિકરૂપે જાગૃક અને જવાબદાર સંસ્થાનની રચના કરી શકાય.