બીએફએસઆઈ સેક્ટર માટે ભારતના અગ્રણી લર્નિંગ સોલ્યુશન પ્રોવાઇડર મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ (MABFSI)એ Axis Bank Young Bankers Program Women’s-Only Cohort ના લોન્ચ માટે એક્સિસ બેંક સાથે તેની ભાગીદારી જાહેર કરી છે. આ વિવિધતા સમૂહનું એક્સિસ બેંક ખાતેના હ્યુમન રિસોર્સિસના હેડ અને પ્રેસિડેન્ટ રાજકમલ વેમ્પતી દ્વારા બેંગાલુરુમાં MABFSI કેમ્પસ ખાતે સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે વૈવિધ્યસભર અને સમાવેશક વર્કફોર્સ ઊભું કરવા માટે બેંકની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.એક્સિસ બેંક અને મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ વચ્ચેના સહયોગ ધ યંગ બેંકર્સ પ્રોગ્રામે છેલ્લા 12 વર્ષથી 16,000થી વધુ ગ્રેજ્યુએટ્સને સફળતાપૂર્વક તાલીમ આપી છે. નવા માત્ર મહિલાઓના સમૂહ રજૂ કરવા સાથે મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોગ્રામમાં હવે 700 મહિલાઓનો સમાવેશ થાય છે જેમાં નાણાંકીય વર્ષ 2024-25 માટે જેન્ડર રેશિયો 31 ટકાથી વધીને 38 ટકા થયો છે જે અગાઉના સમૂહોની સરખામણીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. સમૂહોની સફળતા માપવા માટે MABFSI અને એક્સિસ બેંકે સતત આકારણી અને ચોક્કસ હસ્તક્ષેપો કરે છે. આ ઉપરાંત, જેન્ડર સેન્સેટાઇઝેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને કરિયર ડેવલપમેન્ટ પર વર્કશોપ દ્વારા શીખવાના અનુભવને વધારવામાં આવ્યો છે જેનાથી ગ્રેજ્યુએટ્સ સરળતાથી વર્કફોર્સ તરફ વળી શકે તે સુનિશ્ચિત થઈ શકે.
મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈના બિઝનેસ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આતાશ શાહે જણાવ્યું હતું કે અમે બેંકિંગ સેક્ટરમાં આગળ આવવા માટે જરૂરી કુશળતાઓ સાથે યુવા મહિલાઓને સશક્ત કરવા માટે એક્સિસ બેંક સાથે અમારી ભાગીદારી ચાલુ રાખતા આનંદિત છીએ. આ પ્રોગ્રામ એ સુનિશ્ચિત કરવા બનાવાયો છે કે ગ્રેજ્યુએટ્સ ન કેવળ તૈયાર છે પરંતુ તેમની બેંકિંગ કારકિર્દીમાં આગળ વધવા માટે સુસજ્જ પણ છે.એક્સિસ બેંકના હ્યુમન રિસોર્સિસના હેડ અને પ્રેસિડેન્ટ રાજકમલ વેમ્પતીએ જણાવ્યું હતું કે એક્સિસ બેંક ખાતે અમે એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ કે મહિલાઓ વર્કફોર્સમાં હોય અને ખૂબ સારા બેન્કર્સમાં વિકસિત થાય. એક્સિસ બેંક યંગ બેન્કર્સ પ્રોગ્રામમાં અમારી ડાયવર્સિટી બેચમાં પ્રતિભાશાળી મહિલાઓના જૂથનો સમાવેશ થાય છે જેમાં 24 ટકા પરિણીત છે અને 44 ટકા 25 વર્ષથી વધુ ઉંમરની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સફળતાપૂર્વક અનેક યુવા મહિલાઓને સંકલિત કરી છે જે અમારી કામગીરીમાં નવો પરિપ્રેક્ષ્ય અને ઇનોવેટિવ સોલ્યુશન્સ લાવી છે. આગળ જતા અમે વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, મેન્ટરશિપ તકો અને સહાયક કામના માહોલ પૂરા પાડવા માટે પ્રતિભાઓમાં અમારું રોકાણ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છીએ.એક્સિસ બેંક યંગ બેન્કર્સ પ્રોગ્રામ એ એક વર્ષનો વ્યાપક કોર્સ છે જેમાં બેંગલુરુમાં MABFSI કેમ્પસમાં ચાર મહિનાની ક્લાસરૂમ ટ્રેનિંગનો સમાવેશ થાય છે, જેમાં બેન્કિંગ ફંડામેન્ટલ્સ, સમગ્ર ભારતમાં એક્સિસ બેંકની શાખાઓમાં ત્રણ મહિનાની ઇન્ટર્નશિપ અને પાંચ મહિનાની ઓન-ધ-જોબ ટ્રેનિંગ આવરી લેવામાં આવે છે. પ્રોગ્રામ પૂર્ણ કરનાર સ્નાતકો મનીપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE) તરફથી બેન્કિંગ સેવાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવે છે, જે તેમને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરે છે. એક્સિસ બેંક, MABFSIના સહયોગથી આગામી બેચમાં 50 ટકા વિવિધતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.