ફિનટેક સેક્ટરની અગ્રણી કંપની એન્જલ વન લિમિટેડને ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે શ્રી મનમોહન સિંહનો સમાવેશ કરવા અંગે જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. એન્જલ વન સંગઠનને અસર કરનાર સંભવિત જોખમો તથા નબળાઈઓને સક્રિયપણે ઓળખ કરવા તથા આ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોગ્ય ઉકેલ મેળવવા માટે રિસ્ક મેનેજમેન્ટની જરૂરિયાતને આવશ્યક માને છે. તેમની નિમણૂક એન્જલ વનના જોખમ સંચાલન એટલે કે રિસ્ક મેનેજમેન્ટના ફ્રેમવર્કને વધારવા તથા ઉભરતા જોખમો તથા પડકારો સામે તેમના સંચાલનને બચાવવા માટે સમર્પણ દર્શાવે છે.રિસ્ક મેનેજમેન્ટમાં 25 વર્ષ કરતાં વધારે અનુભવ સાથે શ્રી મનમોહન ગ્રુપની તમામ કંપનીઓના સંચાલનમાં રિસ્ક મેનેજમેન્ટની કામગીરીની દેખરેખ કરશે. તેઓ કંપનીના હિતોનું રક્ષણ કરવા અને વ્યૂહાત્મક વિકાસને ઉત્તેજન આપવા માટે લવચિક પ્રોટોકોલની સ્થાપના કરશે. આ ઉપરાંત, તેઓ એ બાબતને પણ સુનિશ્ચિત કરશે કે રિસ્ક મેનેજમેન્ટની વ્યૂહરચનાને બિઝનેસ પ્રક્રિયામાં મુક્તપણે એકીકૃત કરવામાં આવે, જેથી સમગ્ર સંચાલકીય કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય અને લાંબા ગાળા માટે સફળતા એકંદરે સુરક્ષિત રીતે જળવાઈ રહે.એન્જલ વન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી દિનેશ ઠક્કરે આ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “અમે શ્રી મનમોહનનું અમારી ટીમમાં સ્વાગત કરતાં રોમાંચિત છીએ. રિસ્ક મેનેજમેન્ટમાં તેમની વ્યાપક નિપૂર્ણતા અને શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે અમે અમારા ફ્રેમવર્કને વધારે મજબૂત કરશું અને આજની ગતિશિલ આર્થિક સ્થિતિમાં વ્યૂહાત્મક વિકાસને આગળ વધારશું. એન્જલ વન ક્લાઈન્ટ્સ અને નિયમનકારી હિતોને પ્રાથમિકતા આપવા માટે સમર્પિત છે, અને અમને વિશ્વાસ છે કે મનમોહન સામેલ થવાથી આ દિશામાં અમારા પ્રયત્નોને વધારે બળ મળશે.”એન્જલ વન લિમિટેડના ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર શ્રી મનમોહન સિંહે જણાવ્યું હતું કે, “હું ભારતની અગ્રણી ફિનટેક કંપનીમાં સામેલ થવા બદલ સન્માનિત થયો હોવાનો અહેસાસ કરી રહ્યો છું અને કંપનીના વિકાસ તથા સફળતામાં યોગદાન આપવા માટે તત્પર છું. મારું ધ્યાન રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને મજબૂત કરવા તથા એ બાબત સુનિશ્ચિત કરવા પર રહેશે કે અમે આર્થિક ક્ષેત્રમાં ઉભરતી જટિલતાનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છીએ, જેથી એન્જલ વનને નવી ઊંચાઈ પર લઈ જઈ શકાય.”