ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ આગાહી વચ્ચે પાટણમાં આજે (30મી જુલાઈ) વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યા છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા.
પાટણમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં આજે (30મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સરસ્વતીમાં 3.6 ઈંચ, પાટણમાં 3 ઈંચ, લાખણીમાં 2 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, સાતંલપુરમાં 1.6 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, ભચાઉમાં 1.5 ઈંચ, માંડવી(કચ્છ)માં 1.4 ઈંચ, બહુચરાજીમાં અને ઉમરગામમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.