Thursday, January 9, 2025
Homenationalધરતીની સૌથી નજીક આવ્યો ચંદ્રમા, ગુજરાત, દિલ્હી-અજમેર સહિત વિશ્વભરમાં 15% વધુ ચમકતો...

ધરતીની સૌથી નજીક આવ્યો ચંદ્રમા, ગુજરાત, દિલ્હી-અજમેર સહિત વિશ્વભરમાં 15% વધુ ચમકતો દેખાયો ચાંદ

Date:

spot_img

Related stories

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...
spot_img

નવી દિલ્હી : દુનિયાભરમાં ગુરુપૂર્ણિમાના દિવસે ચાંદની વધુ જ ચમકતી જોવા મળી. આમ તો દર મહિનાની પૂનમે ચંદ્ર આખો એટલે કે ફુલ મૂન દેખાય છે, પરંતુ બુધવારની રાત્રે વર્ષનો પહેલો સુપર મૂન 15% વધુ ચમકતો જોવા મળ્યો. એનો આકાર પણ સામાન્યથી 7% મોટો દેખાયો. સુપર મૂન ત્યારે જોવા મળે છે, જ્યારે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેનું અંતર ઓછું હોય છે. આ કારણે જ ચંદ્ર વધુ મોટો અને ચમકતો દેખાય છે. આવો જ સંયોગ ગત મહિને પણ બન્યો હતો, જ્યારે પૂનમના દિવસે ચંદ્રનો રંગ સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. દેશની વાત કરવામાં આવે તો ગુજરાત, દિલ્હી, હરિયાણા, બિહાર અને અજમેરમાં ચંદ્રમા પૂર્ણકળાએ જોવા મળ્યો. તો દુનિયાનાં તમામ મોટાં શહેરમાં પણ એનો આકાર અને ચમક સામાન્યથી વધુ છે. રાત્રે 12 વાગ્યાને 8 મિનિટે એનો આકાર સૌથી મોટો જોવા મળ્યો. સુપર મૂન એક એવી ખગોળીય ઘટના છે, જેમાં ચંદ્ર પોતાના સામાન્ય આકારથી વધુ મોટો જોવા મળે છે. BBCના રિપોર્ટ મુજબ સુપર મૂન નોર્મલ ચંદ્રની તુલનાએ 7% મોટો દેખાય છે, સાથે જ એ 15% વધુ ચમકદાર પણ નજરે પડે છે. સુપર મૂન દર વર્ષે ત્રણથી ચાર વખત જોવા મળે છે. સુપર મૂન જોવાનું કારણ પણ ઘણું જ રસપ્રદ છે. આ દરમિયાન ચંદ્ર ધરતીનું ચક્કર લગાવતાં લગાવતાં એની કક્ષાની ઘણી જ નજીક આવી જાય છે. આ સ્થિતિને પેરિજી (Perigee) કહેવાય છે. તો ચંદ્ર ધરતીથી દૂર થાય તો તેને અપોજી (Apogee) કહેવામાં આવે છે. એસ્ટ્રોલોજર રિચર્ડ નોલે પહેલી વખત 1979માં સુપર મૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો.અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ પણ ચંદ્ર ધરતીની નજીક જ જોવા મળશે, જેને ફુલ મૂન કહેવાય છે, પરંતુ આ હકિકતમાં પૂર્ણિમા નહીં હોય. માત્ર ચંદ્રના આકારને કારણે તે ફુલ મૂન જેવો લાગશે. સુપરમૂન હવે પછી આવતા વર્ષે 3 જુલાઈના રોજ જોવા મળશે. સુપર મૂન અને પૂનમ એકસાથે આવે એ દુલર્ભ છે, તેથી આજે સુપર મૂન જોવાનો લહાવો દરેકે લેવો જોઈએ.દર 27 દિવસે ચંદ્ર પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. 29.5 દિવસમાં એક વખત પૂનમ પણ આવે છે. દરેક પૂનમના દિવસે સુપર મૂન નથી જોવા મળતો, પરંતુ દરેક સુપર મૂન પૂનમના દિવસે જ થાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ અંડાકાર આકારમાં ચક્કર લગાવે છે, તેથી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર દરરોજ બદલાય છે.જુલાઈમાં જોવા મળતા સુપર મૂનને બક મૂન પણ કહેવાય છે. બકનો અર્થ વયસ્ક નર હરણ છે. આવું વર્ષના એ સમયના સંદર્ભમાં કહેવાય છે, જ્યારે હરણને નવાં શીંગડાં ઊગે છે. તો કેટલીક જગ્યાએ જુલાઈના સુપર મૂનને થંડર મૂન પણ કહેવાય છે, કેમ કે આ મહિનામાં આકાશમાં ગડગડાટ અને વીજળી ચમકવી સામાન્ય વાત છે.

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here