ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ ના મરુતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે.મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની
સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.