બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સી વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મ મુદ્દે ફરીદકોટના અપક્ષ સાંસદ સરબદીત સિંહ ખાલસાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, ફિલ્મમાં શિખ સમાજને ખોટી રીતે દેખાડવામાં આવ્યો છે, જેના કારણે સમાજમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.સરબજીતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, અમને અહેવાલ મળ્યો છે કે, નવી ફિલ્મ ઈમર્જન્સીમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આમ કરવાથી સમાજમાં કાયદો વ્યવસ્થા બગડવાનો ડર ઉભો થયો છે. શિખોને ફિલ્મમાં ભાગલાવાદીઓ અને આતંકવાદી તરીકે દેખાડાશે તો આ મોટું ષડયંત્ર છે. આ ફિલ્મ શિખો વિરુદ્ધ અન્ય દેશોમાં નફરત ફેલાવવાનું મનોવૈજ્ઞાનિક એટેક છે. આ બાબત પર સરકારે ધ્યાન આપવું જોઈએ અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.
ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા બોડીગાર્ડના સાંસદ પુત્રની માંગ કે કંગનાની ઈમર્જન્સી ફિલ્મ પર પ્રતિબંધ મૂકો
Date: