બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.તાજેતરમાં, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર દેખાયા હતા. વાતચીતમાં તેણે જણાવ્યું કે રામાયણ ફિલ્મમાં લક્ષ્મણને કાસ્ટ કરવા માટે તેને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુકેશ છાબરા આ ફિલ્મ માટે એવા એક્ટરની શોધમાં હતા, જેનાથી અનુમાન લગાવી શકાય કે તે ભગવાન રામના પ્રેમમાં છે અને તેમને અનુસરે છે. મુકેશ છાબરાએ લક્ષ્મણની ભૂમિકા માટે ફાઈનલ કરાયેલા અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું, જો કે તેણે સંકેત આપ્યો હતો કે આ ભૂમિકા માટે ફાઈનલ થયેલ અભિનેતા ટેલિવિઝન અભિનેતા છે. મુકેશ છાબરાએ નામ લીધા વિના કહ્યું કે, હવે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે તેમનાથી શ્રેષ્ઠ લક્ષ્મણ કોઈ ન હોઈ શકે. હું ખૂબ જ ખુશ છું કે મેં અગાઉ સંપર્ક કર્યો હતો તે તમામ લોકોએ ના પાડી. બે-ત્રણ લોકોએ ના પાડી એટલે મને લાગ્યું કે ઠીક છે. તાજેતરના ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, લોકપ્રિય ટીવી અભિનેતા અને નિર્માતા રવિ દુબેને રામાયણમાં લક્ષ્મણની ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં સની દેઓલ હનુમાન અને હરમન બાવેજા વિભીષણની ભૂમિકા ભજવશે.
મુકેશ છાબરાએ ‘રામાયણ’ના કાસ્ટિંગ પર વાત કરી, ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી
Date: