ટ્રાઇડેન્ટ ગ્રૂપના મુખ્ય હોમ ફર્નિશિંગ બ્રાન્ડ માયટ્રાઇડેન્ટ એ આજે નવી દિલ્હીના એરોસિટી સ્થિત અંદાઝમાં પોતાના ફોલ વિન્ટર 24 કલેક્શનને લૉન્ચ કર્યું. ટ્રાઇડેન્ટ ગ્રૂપના ચેરમેન એમેરિટસ ડૉ. રાજિન્દર ગુપ્તાએ ‘હોમ કમિંગ’ની આકર્ષક થીમ હેઠળ ૧૫૦૦ થી વધુ રિટેલર્સને સંબોધીને પાંચ દિવસીય એસોસિયેટ મીટનું ઉદ્ઘાટન કર્યું.માયટ્રાઇડેન્ટ પોતાની રિટેલ ઉપસ્થિતિને વિસ્તૃત કરીને અને હાલના બજારોમાં તેના પગને મજબૂત કરીને આગામી 3 વર્ષમાં પોતાની આવકને બમણી કરીને રૂ. ૧૦૦૦ કરોડથી વધુ સુધી પહોંચાડવા માટે મહત્વપુર્ણ વિકાસના માર્ગને લક્ષ્યાંકિત કરી રહી છે. બ્રાન્ડની વૃદ્ધિની વ્યૂહરચના તમામ મુખ્ય મેટ્રો, ટિયર 2 અને ૨ સીટીઝ પર ઑફલાઇન અને ઓનલાઈન બંને દ્વારા હાજરી વધારવી અને ઝડપી વાણિજ્યમાં તેની સ્થિતિ મજબૂત કરવાની છે.માયટ્રાઇડેન્ટના ચેરપર્સન નેહા ગુપ્તા બેક્ટર જણાવ્યું કે, “અમે નવા બજારોમાં પ્રવેશ કરવા અને હાલના બજારોમાં અમારો પગ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિના માર્ગને લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ. અમારું વિઝન છે, ‘ઘર ઘર મેં માયટ્રાઇડેન્ટ’ અને અમે માયટ્રાઇડેન્ટ ઉત્પાદનો સાથે સમગ્ર ભારતમાં પ્રવેશ કરવા માંગીએ છીએ. દરેક રિટેલ ટચ પોઈન્ટ અમે અમારી આવકને બમણી કરવા અને અમારા બજાર હિસ્સામાં વધારો કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ,”માયટ્રાઇડેન્ટના સીઈઓ રજનીશ ભાટિયાએ કહ્યું કે, “અમારો ધ્યેય અમારા રિટેલ ટચપોઈન્ટને બમણો કરીને વ્યાપક પ્રેક્ષકો માટે માયટ્રાઇડેન્ટ પ્રોડક્ટને સુલભ બનાવવાનો છે. અમે મોટા ફોર્મેટ સ્ટોર્સમાં અમારી હાજરીને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ વર્ષ માટે વિશેષ ધ્યાન ઝડપી વાણિજ્ય પર છે. અમારી વ્યૂહરચના ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે અમારી સ્થિતિને મજબૂત કરવાની છે. હાલમાં અમારા ઉત્પાદનો લગભગ 5,000 આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે અને અમે આગામી ત્રણ વર્ષમાં આ સંખ્યાને બમણી કરીને 10,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ.”આ કાર્યકમમાં ન્યુ કલેશન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત રિટેલરોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નવા ફૉલ/વિન્ટર 2024 કલેક્શનમાં રોડ ટુ જયપુર, સંસ્કૃતિ, અર્થ લવર્સ કલેક્શનથી લઈને ફેસ્ટિવ અને ઓરેન્જ તેમજ દરેક જગ્યાને પ્રેરીત કરવા અને ઉન્નત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.2014માં ભારતમાં પોતાની શરૂઆત કર્યા બાદથી જ માયટ્રાઇડેન્ટ એ ભારતમાં હોમ અને હોરેકા બંને સેગમેન્ટની જરૂરિયાતને પૂરી કરનાર લિડિંગ હોમ ફર્નિશિંગ બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે.