“Withdrawal of accommodation”વલણ યથાવત રાખતાં પોલિસી દરો અપેક્ષા મુજબ જ યથાવત રહ્યા છે. જો કે, નિયામક આગામી મીટિંગમાં તેનું વલણ બદલી શકે છે, જે કદાચ કેલેન્ડર વર્ષ 2024ના અંત સુધીમાં દરોમાં કાપનો સંકેત આપે છે. નિયમનકારે નાણાંકીય વર્ષ 2025 માટે તેની વૃદ્ધિ અને ફુગાવાના અનુમાન મોટાભાગે યથાવત રાખ્યા છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાની વૃદ્ધિ મજબૂત રહેવાની ધારણા હોવા છતાં, ફુગાવો લક્ષિત 4 ટકાની ઉપર રહેવાની સંભાવના છે.બેંકિંગ સેક્ટરની કામગીરી અંગે સિઝનાલિટીને બાજુએ રાખતાં મોટાભાગની બેંકોએ નાણાંકીય વર્ષ 2025ના પહેલ ત્રિમાસિક ગાળામાં નિરાશ કર્યા હતા. ક્રેડિટ ગ્રોથના પરિબળો મજબૂત રહ્યા છે ત્યારે બેંકો માટે ડિપોઝિટ મેળવવાના પડકારો ચાલુ રહ્યા છે. ગવર્નરે આ મીટિંગમાં બેંકો દ્વારા તેમના બ્રાન્ચ નેટવર્કને વિસ્તારીને અને ઘરેલુ બચત પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિપોઝિટ વૃદ્ધિ માટે દબાણ કરવાની જરૂરિયાત પર ભાર આપવાનું ચાલુ રાખ્યું છે. અમે હવેથી બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્થિરતાની અપેક્ષા રાખતા પહેલા મોટાભાગની બેંકો માટે એનઆઈએમ અંગે બીજા ત્રિમાસિક ગાળામાં થોડી સમસ્યાની ધારણા રાખીએ છીએ. અમુક અસ્કયામતોની ગુણવત્તા વિશે ચિંતા છે, ખાસ કરીને અસુરક્ષિત સેગમેન્ટમાં, જેના લીધે ક્રેડિટ ખર્ચમાં વધારો થયો છે. આ પરિબળોએ ત્રિમાસિક ગાળા દરમિયાન કમાણીની વૃદ્ધિમાં મંદી માટે સામૂહિક રીતે ફાળો આપ્યો છે. આગળ જોતાં, અમે ડિપોઝીટ્સ વધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખીએ છીએ. એનઆઈએમમાં સ્થિરતા અને ઓપરેટિંગ ખર્ચ રેશિયોમાં ધીમે ધીમે સુધારો સામાન્ય થયેલા ધિરાણ ખર્ચની અસરનો સામનો કરવામાં મદદ કરશે. પરિણામે, મોટાભાગની બેંકોનું એસેટ્સ પરનું વળતર (આરઓએ) નાણાંકીય વર્ષ 2025 માટે પ્રમાણમાં સ્થિર રહેવાની ધારણા છે. આ ક્ષેત્રમાં અમારી પસંદગીની બેંકો હાલમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને ફેડરલ બેંક છે.
આરબીઆઈએ દરો સ્થિર રાખતાં બેંકો ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરી રહી છે પરંતુ આગળ જતા સ્થિરતાની આશા રાખે છે તે અંગે એક્સિસ સિક્યોરિટીઝ પીએમએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નવીન કુલકર્ણીના મંતવ્યો
Date: