• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ટકાઉ, લાંબા ગાળાની અસર બનાવવા માટે ફંડ પૂરી પાડી મૂડી જરૂરિયાતો પૂર્ણ કરતો અભિગમ અપનાવશે.
• નેક્સ્ટ ભારતની મુખ્ય વિશેષતા તેનો 4-મહિનાનો “નેક્સ્ટ ભારત રેસિડેન્સી પ્રોગ્રામ” છે, જે આંત્રપ્રિન્યોર્સને આવશ્યક નોલેજ, ઍક્સેસ અને નેટવર્ક્સ (કારણ, યોગદાન અને સમુદાય)થી સજ્જ બનાવે છે.
• નેક્સ્ટ ભારત કૃષિ, નાણાકીય સમાવેશકતા, ગ્રામીણ સપ્લાય ચેઈન અને ગ્રામીણ મોબિલિટીના ડોમેઈન પર કામ કરતાં સામાજિક રીતે પ્રભાવશાળી સ્ટાર્ટઅપ્સને પોષણ આપશે.
બેંગ્લુરૂ, 4 જુલાઈ, 2024: સુઝુકી મોટર કોર્પોરેશનની પેટા કંપની નેક્સ્ટ ભારત વેન્ચર્સ આઈએફએસસી પ્રાઈવેટ લિમિટેડે રૂ. 340 કરોડનું ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ સામાજિક રીતે પ્રભાવશાળી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના ગ્રોથ માટે ઉત્પ્રેરક બનવાનો છે. નેક્સ્ટ ભારત એ સોશિયલ ઈમ્પેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. જે એવા આંત્રપ્રિન્યોર્સ માટે સમર્પિત છે, કે જેઓ ટીઅર-2 અને અંતરિયાળ વિસ્તારોમાં મૂલ્યોનું સર્જન કરી રહ્યા હોય. નેક્સ્ટ ભારતનો ઉદ્દેશ આ આંત્રપ્રિન્યોર્સને સમર્થન આપી ભારતના આગામી અબજ લોકોને સશક્ત બનાવવાનો છે. જેનો પ્રાથમિક ધ્યેય પ્રભાવશાળી સમર્થકોના ઊંડા મૂળિયા ધરાવતા સમુદાયને કેળવવાનું અને તેનું જતન કરવાનું છે, જેઓ ટકાઉ બિઝનેસ સાથે સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યા છે.
કંપનીની મુખ્ય પહેલ, ‘નેક્સ્ટ ભારત રેસિડેન્સી પ્રોગ્રામ’માં પ્રારંભિક તબક્કાના આંત્રપ્રિન્યોર્સ માટે 4 મહિનાની અસરકારક રેસિડન્સીનો સમાવેશ થાય છે. રેસિડેન્સી પ્રોગ્રામ માટેની અરજીઓ હવે તમામ પ્રારંભિક તબક્કાના મહત્ત્વાકાંક્ષી આંત્રપ્રિન્યોર્સ માટે ખુલ્લી છે. મોટાપાયે લોકો તેમાં ભાગ લે તેની ખાતરી કરતાં સરળ એપ્લિકેશન ફોર્મેટ સાથે એપ્લિકેશન પ્રક્રિયા ઈન્ક્લુઝિવ છે. જેમાં 2 સપ્તાહના એપ્લિકેશન રિવ્યૂના સમયગાળા સાથે વોટ્સએપ આધારિત સબમિશન સહિતની પ્રક્રિયા સમાવિષ્ટ છે. એપ્લિકેશનની અંતિમ તારીખ 31 જુલાઈ, 2024 છે. પ્રોગ્રામ 14 ઓક્ટોબર, 2024થી શરૂ થશે. પસંદગી પ્રક્રિયા આંત્રપ્રિન્યોર્સની ઈમ્પેક્ટ-ફર્સ્ટના આધારે થશે. સ્પષ્ટ સમસ્યા-નિવારણ અભિગમ સાથે ભારતના બિનઔપચારિક ક્ષેત્ર તથા ગ્રામીણ સમુદાયો માટે યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવેલા લોકો જીવનભર નેક્સ્ટ ભારત કોમ્યુનિટીનો ભાગ રહેશે. જેઓ તેમના અંતિમ પડાવ સુધી અને બાદ પણ સમર્થન અને સંસાધનો મેળવા રહેશે. તેના પ્લેટફોર્મમાં ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો દ્વારા વ્યાપકપણે માર્ગદર્શન સેશન પૂરા પાડે છે. જે ફાઉન્ડર્સને તેમનો બિઝનેસ શરૂ કરવા અને ચલાવવામાં મદદરૂપ થવા સહયોગ અને જોડાણ ઉપરાંત અર્થપૂર્ણ સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવાની તકો પૂરી પાડે છે. રેસિડેન્સી પ્રોગ્રામ પછી, પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને રૂ.1 કરોડથી 5 કરોડ સુધીનું ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ મળશે. જેનો હેતુ પસંદ કરાયેલા વેન્ચર્સને જરૂરી નોલેજ, નેટવર્ક અને રિસ્ક કેપિટલથી સજ્જ બનાવી લક્ષિત સ્તરો હાંસલ કરી નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બનાવવા સક્ષમ બનાવવાનો છે.
સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ અને સીઈઓ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, “ભારત પાસે લગભગ 1.4 અબજ લોકો છે, પરંતુ અમે અમારા મોબિલિટી બિઝનેસ સાથે માત્ર 0.4 અબજ લોકો સુધી પહોંચી શક્યા છીએ. નેક્સ્ટ બિલિયન સાથે અમારો ઉદ્દેશ ભારતના વધુને વધુ લોકો સુધી પહોંચી મોબિલિટીનું વિસ્તરણ કરી ભારતના ઉજ્જવળ ભાવિમાં ફાળો આપવાનો છે. આ મિશનના ભાગરૂપે અમે નેક્સ્ટ ભારત વેન્ચર્સ લોન્ચ કરી રહ્યા છીએ. જે ભારતમાં સુઝુકીનું પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. જે અસરકારક આંત્રપ્રિન્યોર્સને સશક્ત અને જતન કરવા પર ફોકસ કરશે. આ ઈમ્પેક્ટ આંત્રપ્રિન્યોર્સ કે, જેઓ ભારતની સમસ્યાઓ ઉકેલવા માટે જુસ્સો ધરાવે છે. તેઓને સુઝુકી ગ્રુપ નેટવર્ક અને સંસાધનો પ્રદાન કરશે.
IIT હૈદરાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી વિપુલ નાથ જિંદાલે પ્રથમ દિવસથી જ આ પહેલનું નેતૃત્વ કર્યું છે. સુઝુકી જાપાનમાં પાંચથી વધુ વર્ષથી જોડાયેલા નાથે ભૂતકાળમાં સુઝુકી ઈનોવેશન સેન્ટર જેવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.
આઈઆઈટી હૈદરાબાદ સાથે મળી સુઝુકી ઈનોવેશન સેન્ટરની સ્થાપના અઢી વર્ષ પહેલાં થઈ હતી. તે હવે તેના નેક્સ્ટ ભારત વેન્ચર્સ વર્ટિકલનો પણ ભાગ બનશે. સુઝુકી ઈનોવેશન સેન્ટર ઓપન ઈનોવેશન પર કામગીરી ચાલુ રાખશે, તેમજ સામાજિક લાભ માટે ઈન્ડો-જાપાન ઈકોસિસ્ટમ સ્થાપિત કરી રહી છે.
ફર્મના લોન્ચિંગ અંગે નેક્સ્ટ ભારતના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલ નાથ જિંદલે ટિપ્પણી કરી હતી કે, “અમે એક પ્રભાવશાળી આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમ કેળવવા માટે આ પ્રવાસ શરૂ કરી રહ્યા છીએ જે સમુદાય-લક્ષી છે. નેક્સ્ટ ભારત ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક હોરીઝોન્ટલ સ્કેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનું લક્ષ્ય ફંડ સાયકલ મારફત બે કે ત્રણ યુનિકોર્નના સર્જનના બદલે સેંકડો નફાકારક એસએમઈ સ્થાપિત કરવાનું છે.”
વધુમાં જણાવ્યું હતું કે, “ઈકોસિસ્ટમમાં આકર્ષક સ્ટેકહોલ્ડર્સ પણ છે, જેઓ પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સને વિવિધ રીતે સક્ષમ બનાવવા સજ્જ છે. અમારી લાંબા ગાળાની મહત્વાકાંક્ષા આ સ્ટેકહોલ્ડર્સ સાથે નજીકથી કામ કરવાની છે અને એકજૂટ થઈ ઇકોસિસ્ટમમાં કમ્પાઉન્ડિંગ સિનર્જી બનાવવાની છે.”