મુંબઇ : બોર્ડર ટુની ઘોષણા પછી ભરત શાહે પબ્લિક નોટીસ બહાર પાડીને જણાવ્યુ હતું કે, મૂળ ફિલ્મ બોર્ડર માટે તેમનો દત્તા પ્રોડકશન સાથે કેસ ચાલી રહ્યો છે અને એક પછી એક તારીખ પડતી હોવાથી હજી સુધી આ કેસનો ચુકાદો આવ્યો નથી. તેથી બોર્ડર ટુ સાથે દરેકે પોતાના જોખમે જોડાવવું.આ બાબતે નિધિ દત્તાએ પોતાનું રિએકશનઆપ્યું છે. નિધિ દત્તાએ જણાવ્યું છે કે, આ કેસમાં કોર્ટમાં અમારી જીત થઈ છે. માનનીય ઉચ્ચ ન્યાયાલય પાસે આ બાબતે જોડાયેલી દરેક જાણકારી છે અને અમારા પક્ષમાં કેસબંધ કરી દીધો હતો. એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા સમાધાન અનુસાર, ભરત શાહે પહેલા અમને વધારાની ચુકવણી કરવી પડશે. એટલું જ નહીં ૨૭ વરસ થઇ ગયા હોવા છતાં તેમણે આજ સુધી ફિલ્મના કોઇપણ વ્યવસાયનો એક પણ રેકોર્ડ આપ્યો નથી. નિધિ દત્તાએ વધુમાં જણાવ્યુ ંહતુ ંકે, અમે સમાધાન ટાણે જ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ ંહતું કે, અમે તેમની કોઇપણ ચીજ માટે જવાબદાર રહેવાના નથી. તેમનો બોર્ડર ટુમાં કોઇ હિસ્સો નથી.ઉલ્લેખનીય છે કે,જેપી દત્તા અને ભરત શાહની વચ્ચે ૫૦-૫૦ ટકા રેવન્યુના ડિવાઇડ થવાની ડીલ પહેલા જ થઇ ગઇ હતી.