એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓલા-ઉબર ઓનલાઇન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વિકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. જ્યારે ઉબેર કંપની ટ્રેક્સી ડ્રાઇવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વિકાર્ય ન હોવાથી હજુ પણ ઉબેરના ડ્રાઇવરોને ટેક્સી ન ચલાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત મંજૂર કરતાં શાંતિપૂર્ણ રીતે હડતાળનો સુખદ અંત આવ્યો છે, જોકે તેના લીધે હવેથી અમદાવાદીઓની રાઇડ મોંઘી બનશે.
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં
બીજી તરફ ઉબેર કંપની દ્વારા કેટલીક ટેક્સીઓને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવામાં આવતા હતા તેની સામે હવે 30 ટકા વધારાની ઓફર કરી છે. પરંતુ ઉબેરના ટેક્સીચાલકોએ આ ઓફરને સ્વિકારની ના પાડી દેતાં હજુ 1-2 દિવસ હડતાળ લંબાઇ શકે છે.