• ઉત્તમ ડિજિટલ બેંકિંગ અનુભવ માટે નવીન સુવિધાઓની જાહેરાત કરે છે
o સરળ ડિજિટલ ચુકવણીઓ માટે UPI ટૅપ-એન્ડ-પે રજૂ કરે છે
o સૂર્ય ઘર લોન – ડિજિટલ સફરની શરૂઆત
o નાના વ્યવસાયો માટે YONO બિઝનેસ અને કોર્પોરેટ ઈન્ટરનેટ બેન્કિંગની ઍક્સેસની સુવિધા આપે છે
o ગ્રાહકોને લોનની દરખાસ્તો પર સ્વચાલિત સૂચના શરૂ કરે છે
• 35 નવા એગ્રીકલ્ચર સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેન્ટરની શરૂઆત
• ઇ-ડીએફએસ માટે BRE જર્નીનો પ્રારંભ
• આરોગ્ય એડવાન્સ્ડ પ્લાનનો પ્રારંભ
• પટિયાલા ખાતે ગ્લોબલ એનઆરઆઈ સેન્ટરનું લોકાર્પણ
• હાઈકોર્ટની શાખાઓને ફેસલિફ્ટ કરી
• ઉત્તર અને દક્ષિણમાં બે આઉટબાઉન્ડ સંપર્ક કેન્દ્રોની શરૂઆત
• સુધારેલ SMECC મોડલ
મુંબઈ, 03 જુલાઈ, 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકના 69મા સ્થાપના દિવસના અવસરે હાલના ગ્રાહકો માટે બેંકિંગ અનુભવ વધારવા અને તેના સંભવિત ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં બેંકની સુલભતા વધારવા માટે ઢગલાબંધ ઑફરો જાહેર કરી છે. બેંકે વૈવિધ્યસભર ગ્રાહક પ્રોફાઇલ અને તેમની બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરવા માટે 11 પહેલ શરૂ કરી છે.
ડિજિટલ પહેલ
યુપીઆઈ ટેપ-એન્ડ-પે
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા BHIM SBI PAY એપ પર ટેપ-એન્ડ-પે અને YONO એપ પર મ્યુચ્યુઅલ ફંડ્સ સામે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન જેવી બે આકર્ષક સુવિધાઓની રજૂઆત સાથે ડિજિટલ ચુકવણી અનુભવને બદલી રહી છે.
નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને BHIM SBI PAY એપનું ટેપ-એન્ડ-પે ઝડપી અને સરળ ડિજિટલ ચૂકવણીના નવા યુગની ઓળખ આપે છે. પીન-લેસ અનુભવ માટે યુપીઆઈ લાઈટમાં 500 રૂપિયાથી નીચી રકમના ટ્રાન્ઝેક્શન કરી શકાય જ્યારે 500થી વધુ રકમના વ્યવહારો માટે યુપીઆઈ પિનની જરૂર પડશે જેથી સુરક્ષિત અને સલામત પેમેન્ટ અનુભવ પ્રદાન થાય છે. આ નવીન સુવિધા કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ તરફ વૈશ્વિક પરિવર્તન સાથે સંરેખિત છે અને SBIના ગ્રાહકો માટે વપરાશકર્તાના અનુભવને નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત કરવાનો હેતુ ધરાવે છે.
એસબીઆઈ સૂર્ય ઘર
બેંકે એક પહેલની પણ જાહેરાત કરી છે જે SBI સૂર્ય ઘર લોન માટે સંપૂર્ણ ડિજિટલ એન્ડ-ટુ-એન્ડ સફર છે. તેમાં વપરાશકર્તાઓ ભારત સરકારની PM સૂર્ય ઘર યોજના હેઠળ સૌર રૂફટોપ સ્થાપિત કરવા માટે ધિરાણ લઈ શકે છે, જે 10 KW ક્ષમતા સુધીની લોન ઓફર કરે છે. MNRE/REC પોર્ટલ પર અરજદારની નોંધણીથી લઈને લોન વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા SBIના ડિજિટલ પ્લેટફોર્મ પર મેનેજ કરવામાં આવશે.
નાના વ્યવસાયો માટે YONO બિઝનેસ અને કોર્પોરેટ ઈન્ટરનેટ બેન્કિંગની ઍક્સેસની સુવિધા
સ્ટાર્ટઅપ્સ, નાના બિઝનેસિસ અને બે પાર્ટનર તથા મર્યાદિત સ્ટાફ સાથેની પાર્ટનરશિપ ફર્મ્સને લક્ષ્યમાં રાખીને YONO બિઝનેસ/કોર્પોરેટ ઈન્ટરનેટ બેંકિંગ પ્રોડક્ટ કોઈ ફરજિયાત એડમિન અથવા રેગ્યુલેટર વિના સરળ ભૂમિકા સંચાલન પ્રદાન કરે છે. આ સુવિધા ઉમેરાવાથી પ્લેટફોર્મના ઓછામાં ઓછા ત્રણ ફરજિયાત ભૂમિકા ધારકોની જરૂરિયાત માટે નાના વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતો પડકાર દૂર થશે. આ નવું ફીચર રૂ. 50 લાખ પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ધરાવે છે અને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 25,000 સુધી ઝડપથી ટ્રાન્સફર કરી શકાય છે જેમાં રૂ. 5 લાખની દૈનિક લિમિટ છે.
ઉત્પાદનો અને સેવાઓ
લોન માટે સ્વચાલિત જાણકારી
વ્યવસાયોની જરૂરિયાતો પૂરી કરવાની સાથે એસબીઆઈએ ઋણ લેનારની હોમ લોન પ્રોસેસિંગ માટે નવી કાર્યક્ષમતા ઓફર કરી છે. હોમ લોન લેનારાઓને હવે વિવિધ પ્રક્રિયાના તબક્કામાં તેમની લોન અરજીની સ્થિતિ અંગે સ્વચાલિત ઇમેઇલ અને SMS સૂચનાઓ પ્રાપ્ત થશે. આ પહેલનો હેતુ ગ્રાહક સંતોષ અને સુવિધા વધારવાનો છે.
કૃષિ કેન્દ્રિત પ્રોસેસિંગ સેલ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કૃષિ લોન પોર્ટફોલિયોમાં જોખમોને સુધારવા અને ઘટાડવા માટે 35 નવા એગ્રીકલ્ચરલ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેલ (એગ્રી સીપીસી) શરૂ કર્યા છે. આ વિશિષ્ટ સેલ વાણિજ્યિક કૃષિ લોનના વિસ્તરણ અને મોટી રકમની કૃષિ ધિરાણની સુવિધા માટે તૈયાર છે. એકલા નાણાકીય વર્ષ 2024માં એગ્રી સીપીસીએ 8,200 કરોડથી વધુની કૃષિ એડવાન્સિસની પ્રક્રિયા કરી છે, જે એગ્રી એન્ટરપ્રાઇઝ લોન અને એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવા ઉચ્ચ-મૂલ્યની કૃષિ ધિરાણ ઉત્પાદનોમાં SBIની બજાર હાજરીમાં નોંધપાત્ર વધારો કરે છે. આ પહેલ કૃષિ ફાઇનાન્સને મજબૂત કરવા અને ગ્રામીણ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે SBIની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ઇલેક્ટ્રોનિક ડીલર ફાઈનાન્સિંગ સ્કીમ (e-DFS)
પ્રોજેક્ટ પ્રથમના ભાગરૂપે e-DFS BRE સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. આ પહેલ ₹5 કરોડ સુધીની સ્વતંત્ર ઇ-DFS લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવા પ્રવાસનો ઉદ્દેશ્ય હાલના e-DFS પોર્ટફોલિયોના આશરે 87%ને આવરી લેવાનો છે અને તેને 8 જૂન, 2024ના રોજ કન્ટ્રોલ્ડ યુઝર ગ્રૂપ (CUG)માં સમગ્ર 8 SCF CPC માં પ્રાયોગિક ધોરણે લેવામાં આવ્યો હતો. તેનાથી નવા ઓનબોર્ડિંગ અને રિન્યુએલ માટે ટર્નઅરાઉન્ડ ટાઈમ (TAT)માં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં ₹1,253 કરોડની 1,023 e-DFS લીડ્સ પ્રક્રિયા માટે ઓનબોર્ડ કરવામાં આવી છે, જેમાં ₹12.46 કરોડના મૂલ્યની 21 દરખાસ્તો પહેલેથી જ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે તમામ ઓપરેટિંગ કાર્યકર્તાઓ માટે તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.
SBI જનરલ આરોગ્ય એડવાન્સ્ડ પ્લાન
આ દરમિયાન SBI જનરલે આરોગ્ય એડવાન્સ્ડ પ્લાન રજૂ કર્યો છે જે ચોક્કસ વય જૂથો (સ્લેબ)માં સ્થિર પ્રીમિયમ ઓફર કરવા માટે ડિઝાઈન કરાયો છે. ઉદાહરણ તરીકે 5 લાખ રૂપિયાની વીમા રકમ અને 11,999/-ના પ્રીમિયમ સાથે 18 વર્ષની ઉંમરે આ પ્લાન ખરીદનાર પોલિસીધારક 45 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી આ જ પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ રાખશે. આ પહેલનો ધ્યેય જીવનના વિવિધ તબક્કામાં હેલ્થકેરની સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરીને અનુમાનિત આરોગ્ય વીમા ખર્ચ પ્રદાન કરવાનો છે.
ગ્લોબલ એનઆરઆઈ સેન્ટર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) રાષ્ટ્રની ગ્રોથ સ્ટોરીને આકાર આપવામાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર યોગદાન અને વૈશ્વિક હાજરીને સ્વીકારે છે. NRI ગ્રાહકોને તેની સર્વિસ વધારવા માટે એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખરાએ બેંક ડે પર પંજાબના પટિયાલામાં બીજા ગ્લોબલ NRI સેન્ટર (GNC)નું ઉદ્ઘાટન કર્યું હતું.
SBIની સમર્પિત GNCs ગ્લોબલ ભારતીય સમુદાય સાથે તેના સંબંધોને મજબૂત કરવા માટે બેંકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. આ કેન્દ્રો શ્રેષ્ઠતાના હબ તરીકે સેવા આપે છે જેમાં NRI ગ્રાહકોને વિશિષ્ટ સેવાઓ પૂરી પાડે છે. ભારતમાં 434 વિશિષ્ટ NRI શાખાઓના નેટવર્ક, 29 દેશોમાં ફોરેન ઓફિસ અને GCC દેશોમાં 45 એક્સચેન્જ હાઉસ અને 5 બેંકો સાથે ભાગીદારી સાથે SBI વિશ્વભરમાં તેના NRI ગ્રાહકોને વ્યાપક સેવાઓ પ્રદાન કરવા માટે સુસજ્જ છે.
હાઈ કોર્ટની શાખાઓમાં સુધારા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અન્ય એક પગલામાં કાનૂની સમુદાય માટે સેવાઓ વધારવાના હેતુથી સંપૂર્ણપણે પુનઃડિઝાઈન કરેલી હાઈકોર્ટની શાખાઓ શરૂ કરી છે. આ પહેલ ખાસ કરીને વકીલો અને કાનૂની પ્રોફેશનલ્સની અનન્ય જરૂરિયાતોને પૂરી કરતા નાણાકીય ઉકેલ પ્રદાન કરવા માટે SBIની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. પુનઃડિઝાઇન કરાયેલી શાખાઓમાં નાણાકીય વ્યવસ્થાપન, લેવડદેવડની સુવિધા અને વ્યક્તિગત નાણાકીય સલાહ સહિત ટોચની સ્તરની સેવાઓ આપી શકાય તે રીતે સજ્જ છે. આ પહેલ કાર્યક્ષમતા, સુલભતા અને વિશ્વસનીયતાના મૂલ્યોને જાળવી રાખવાના SBIના ધ્યેયથી પ્રેરિત છે કાનૂની સમુદાયને તેમની વ્યાવસાયિક જરૂરિયાતોને અનુરૂપ અસાધારણ બેંકિંગ અનુભવ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરે છે.
ગ્રાહક સંપર્ક કેન્દ્રો
આ ઉપરાંત SBI એ ગુરુગ્રામ અને બેંગલુરુમાં બે નવા સંપર્ક કેન્દ્રો શરૂ કરીને તેની પહોંચનો વિસ્તાર કર્યો છે, જેનો ઉદ્દેશ ઋણ લેનારાઓની સંલગ્નતાને સમૃદ્ધ બનાવવાનો અને લોન મેનેજમેન્ટમાં તાત્કાલિક સહાય પહોંચાડવાનો છે. નવી મુંબઈ અને કોલકાતામાં બે વધારાના કેન્દ્રો સ્થાપવાની યોજના છે તેની સાથે આ યોજના તેની સર્વિસ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે SBIની વ્યાપક વ્યૂહરચનાનો નિર્ણાયક ભાગ બને છે. આગ્રા, બેંગલુરુ, કોલકાતા અને વડોદરામાં ચાર સંપર્ક કેન્દ્રોના હાલના નેટવર્કને પૂરક બનાવતી આ સુવિધાઓ સામૂહિક રીતે દર મહિને 25 મિલિયનથી વધુ કોલ્સ અને 80,000+ ઈમેઈલને હેન્ડલ કરે છે, જેને 12 ભાષાઓમાં કુશળ 4,000 થી વધુ બહુભાષી આઉટસોર્સ એજન્ટોની વિવિધ ટીમનો સપોર્ટ મળે છે.
SMECC મોડલ
રૂ. 50 લાખથી રૂ. 2 કરોડ સુધીની દરખાસ્તો માટે મિડિયમ લોન AMT (ML AMT) રજુ કરી જેનો ઉદ્દેશ્ય પ્રોસેસને સુવ્યવસ્થિત કરવાનો અને મધ્યમ કદના લોન પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કરીને વૃદ્ધિને વેગ આપવાનો છે. આ પહેલથી કાર્યક્ષમતામાં વધારો થાય, વૃદ્ધિ આગળ વધે અને ગ્રાહક સંતોષમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.