અમદાવાદ શહેરમાં આગામી તા.૭/૭/૨૦૨૪નાં રોજ જગન્નાથ મંદિરની ૧૪૭મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોના જાહેરમાર્ગોને તા.૬/૭/૨૦૨૪ તથા તા.૭/૭/૨૦૨૪ ના રોજ દિન-૨ પુરતો “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.
હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ ના નિયમ ૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં આગામી તા.૭/૭/૨૦૨૪ ના રોજ નિકળનાર રથયાત્રા નિમિત્તે વાહન વ્યવહારનાં સરળ નિયમન માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
-: નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર :-
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, કુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર છે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૬/૭/૨૦૨૪ના કલાક ૦૦.૦૦થી તા.૭/૭/૨૦૨૪ ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરમાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.