રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે સંભલ મુદ્દે કહ્યું છે કે, ભાજપ મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરે નહીં તો મંદિરોમાંથી પણ બૌદ્ધ મઠ મળી આવશે. સરકાર હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉછાળી લોકોને ભડકાવી રહી છે. મૌર્યે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા સાંપ્રદાયિક તિરાડો પાડવાનું પ્લે કાર્ડ રમી રહી હોવાનું જણાવ્યું છે.સ્વામી પ્રસાદ મૌર્ય મંગળવારે મોડી રાત્રે મૈનપુરીમાં કિશ્ની વિધાનસભા ક્ષેત્રના કુસમારા વિસ્તારના ગોલા કુઆન ગામના મનોજ શાક્યની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા ગયા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું અને ધમકી આપી હતી કે, લોકોએ મસ્જિદોમાં મંદિરો શોધવાનું બંધ કરવું જોઈએ નહીંતર મંદિરોમાં બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવશે.