અહમદાવાદ : ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી આવૃત્તિનું ઈવેન્ટનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે જેઓ હોસ્ટ પાર્ટનર છે. ઇવેન્ટને ઘણા ટ્રાન્સપોર્ટ અને ઓટોમોટિવ એસોસિએશન અને 6W રિસર્ચ દ્વારા ઇવેન્ટ માટે નોલેજ પાર્ટનર તરીકે સપોર્ટ કરવામાં આવે છે.આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ (PMS) હેઠળ MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે જ્યાં નાના અને માઇક્રો મેન્યુફેક્ચરિંગ/સેવા એકમોમાં બ્રાન્ડ જાગૃતિ અને માર્કેટ પેનિટ્રેશન બનાવવા માટે નાણાકીય રીતે સપોર્ટ કરવામાં આવે છે. 29 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન મહાત્મા મંદિર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર – ગાંધીનગર ખાતે આયોજિત ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી આવૃત્તિ એનાઉન્સમેન્ટ ઇવેન્ટ પ્રસંગે શ્રી રામ સાઉન્દલકર, ડિરેક્ટર – મીડિયા ડે માર્કેટિંગ, હૈદરાબાદ, શ્રી ઉમેશ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર – એમએસએમઈ ડીએફઓ – અમદાવાદ, શ્રી શૈલેષ આઈ. પટવારી, ભૂતપૂર્વ પ્રમુખ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી મુકેશભાઈ સી.દવે, કાર્યકારી પ્રમુખ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન અને શ્રી મોહમ્મદ મુદસ્સીર, ડિરેક્ટર – મીડિયા ડે માર્કેટિંગ, હૈદરાબાદ તથા શ્રી દીક્ષિત શાહ, પ્રમુખ, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનવગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ ત્રણ દિવસીય ઇવેન્ટ ટ્રક ટ્રેલર, ટિપર, ટેન્કર, રીફર, કન્ટેનર, ટાયર, OEMs, સપ્લાયર્સ,વિતરકો અને સંલગ્ન ઉદ્યોગના સભ્યો સાથે સંબંધિત ઉદ્યોગને જોડે છે અને તમારા ઉત્પાદનોને સંબંધિત હિતધારકોને પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ અને B2B કોમ્યુનિકેશન્સ માટે ઉત્તમ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.TTTની 2જી અને 3જી આવૃત્તિ ગુજરાત સરકારના સહયોગથી ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.