પી.એન. ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ (‘Company’)એ પોતાના આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણા)ને તા. 10 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ ખોલવાની દરખાસ્ત કરી છે. બિડ-ઑફરની અંતિમ તારીખ 12મી સપ્ટેમ્બર, 2024 ગુરુવારની રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ પહેલાંના એક સક્રિય દિવસની છે. એન્કર ઑફર ખૂલવાની તારીખ 09 સપ્ટેમ્બર, 2024 સોમવારની રહેશે. ઑફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 456 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 480 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાયો છે. બિડ ઓછામાં ઓછા 31 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 31 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. કંપનીના આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણા)ની ઑફરમાં રૂ. 8,500 મિલિયન સુધીના દરેક એકંદરે રૂ. 10ના ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરના નવા ઇશ્યુ તથા રૂ. 2,500 મિલિયન સુધીના દરેક એકંદરે રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે. કુલ ઑફરના કદમાં રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જે એકંદરે રૂ. 11,000 મિલિયન સુધી હોય છે. વેચાણ માટેની ઑફરમાં SVG બિઝનેસ ટ્રસ્ટ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 2,500 મિલિયન સુધીના દરેક રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. દરમિયાન, આ જાહેર ભરણા (IPO) દ્વારા એકત્ર કરાયેલી રકમનું ભંડોળ આ માટે વાપરવાની દરખાસ્ત છેઃ (1) મહારાષ્ટ્રમાં નવા 12 સ્ટોરની સ્થાપના માટેનો ખર્ચ, (2) કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણ-ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કરવી અથવા અગાઉથી એટલે કે, પૂર્વ ચુકવણી કરવી, અને (3) સામાન્ય વ્યાપારી હેતુઓ માટે ખર્ચ કરવો.