Punjab News: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે રાતે 9 વાગ્યા પછી કોઇ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઇએ.આ ગામમાં લગભગ 2000ની વસ્તી છે જેમાં 500 પ્રવાસી છે. ગામના રહેવાસીઓનું માનવું છે કે જો અહીં રોકાવું છે તો તેમને આ નિયમોનું પાલન કરવું પડશે. ગામમાં અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે.
પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે :
અનેક પ્રવાસી આ એકતરફી નિર્ણયને માનવા મજબૂર છે. તો કેટલાક લોકોએ ગામ જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે. આ ઉપરાંત સિગારેટ પીવી, ગુટખા ખાવા અને પાન મસાલાના ઉપયોગની પરવાનગી નથી. આનાથી તે સડકો પર થૂંકે છે અને ગંદકી ફેલાવે છે.
#WATCH | Punjab: Jandpur village in Kharar, Mohali issues 'instructions' for migrants residing here. The Municipal Councillors held a meeting and issued the 'instructions' that include that migrants should not be seen outside after 9 pm and they are not to have gutka-paan in… pic.twitter.com/0acV8w7W2q
— ANI (@ANI) August 11, 2024