આજે તેના પ્લેટફોર્મ પર ‘પ્રી-અપ્રૂવ્ડ ટર્મ લાઇફ ઈન્શ્યોરન્સ’ની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય પૉલિસી ખરીદતી વખતે આવકના પુરાવાની જરૂરિયાતને માફ કરીને લાખો ભારતીયો માટે વીમા કવરેજને વધુ સુધી પહોંચાડવાનો અને સસ્તું બનાવવાનો છે. આ લૉન્ચ સાથે, ફોનપે આવકના વિસ્તૃત વેરિફિકેશનની ઝંઝટ વગર લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજની ઝડપી અને અનુકૂળ ઍક્સેસના વધારાના લાભ સાથેની ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ શામેલ કરીને ભારતમાં નાણાકીય સમાવેશના નવા યુગની શરૂઆત કરે છે.આ લૉન્ચ પર કમેન્ટ કરતા, ફોનપે ઈન્શ્યોરન્સ બ્રોકિંગ સર્વિસિસના સીઇઓ, વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે અમારા પ્લેટફોર્મ પર ‘ પ્રી-અપ્રૂવ્ડ સમ એશ્યોર્ડ (PASA)’ ફીચરના લૉન્ચની જાહેરાત કરવા ઉત્સાહિત છીએ. આ લૉન્ચનો ઉદ્દેશ્ય વિવિધ સામાજિક-આર્થિક લેવલના ભારતીયો માટે પ્રોડક્ટને વધુ સુલભ અને સસ્તું બનાવીને અગાઉ સેવા ન મળી હોય તેવા ગ્રાહકોને ટર્મ લાઇફ ઈન્શ્યોરન્સ આપવાનો છે. ઉદ્યોગના અગ્રણીઓ સાથે પાર્ટનરશિપ કરીને અને તેમની સાથે મજબૂત સહયોગ કરીને અમે વપરાશકર્તા અનુભવને સરળ બનાવી શકીએ છીએ અને ઉદ્યોગમાં અગ્રણી અને વિશિષ્ટ ગ્રૂપને ઑફર આપવામાં સક્ષમ છીએ. અમારો લક્ષ્ય દેશમાં ઈન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયાને સરળ, સુલભ અને બધા માટે સસ્તી બનાવવાનો છે. ફોનપે કંપનીએ તેના પ્લેટફોર્મ પર આ સુવિધાને ચાલુ કરવા માટે અગ્રણી વીમા કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને, હવે વધુ યૂઝર્સને સેવા આપવા માટે સમર્થન પણ આપે છે, ખાસ કરીને 300 લાખથી વધુ વ્યક્તિઓ, જેઓ અગાઉ આવકના પ્રૂફના અભાવે ટર્મ ઈન્શ્યોરન્સ મેળવી શકતા ન હતા. વેપારીઓ, સ્વ-રોજગાર વ્યક્તિઓ, નાના કામદારો અને અન્ય ઘણા યૂઝર્સના ગ્રૂપ સહિત લાખો ફોનપે યૂઝર્સ કે જેમની પાસે પગાર અથવા આવકનું ઔપચારિક પ્રૂફ નથી, તેઓ હવે ફોનપે પ્લેટફોર્મ પર કોઈ અડચણ વગર ટર્મ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટનો લાભ ઊઠાવી શકે છે.એટલું જ નહીં પણ, કંપની આ ઑફરને જબરદસ્ત રીતે વધારવા માટે અને આ વર્ષના અંત સુધીમાં 500 લાખ યૂઝર્સને કેવી રીતે લાભ આપવો તે માટેની પહોંચને વિસ્તૃત કરવા ધ્યાન આપી રહી છે.