ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, ‘આગામી 15 સપ્ટેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે.’
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માં શારીરિક કસોટીના ગુણ ન હોઈ ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ સમય ફાળવે. બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) September 15, 2024
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) September 15, 2024