આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન :
તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો તો, જેના કારણે કોંગ્રેસની ઈકોસિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતા અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચિઢાતા હતા. આજના સમયમાં પણ જે લોકો ભારતીય સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ગણેશ ઉત્સવથી ચિડાય છે. સત્તાના ભૂખ્યાં લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે.’વડાપ્રધાને કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેની ઈકો-સિસ્ટમના લોકો ભડકેલા છે, કારણ કે મેં ગણપતિ પૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં છે અને તેમણે ત્યાં પણ પાપ કર્યું છે. તેમણે ભગવાન ગણેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. તે તસવીરો સામે આવ્યા બાદ આખો દેશ સ્તબ્ધ છે. આપણે આવા ઘૃણાસ્પદ તત્વોને આગળ ન વધવા દેવા જોઈએ, આપણે હજુ ઘણી પ્રગતિ કરવાની છે.’
#WATCH | Bhubaneswar, Odisha: PM Modi says, "The British, who worked on the policy of 'Divide and Rule', were irked by the Ganesh Utsav. Today also, the people who are trying to divide and break the Indian society are irked by Ganesh Utsav. People who are hungry for power have an… pic.twitter.com/9JmvgCbjLn
— ANI (@ANI) September 17, 2024