બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નીતિ આયોગની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ગેરહાજર રહીને ફરી ચર્ચા જગાવી છે. તેમની જગ્યાએ બિહાર વતી ભાજપના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા આવ્યા હતા. જેના લઈને ફરી એકવાર એવી ચર્ચા શરૂ થઇ છે કે ગુલાંટ મારવાની અટકળો વહેતી થઈ છે.નીતિશ કુમાર કેમ ન આવ્યાં એનું કારણ હજુ અકબંધ ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર એનડીએના મહત્ત્વપૂર્ણ ટેકેદારોમાંથી એક છે અને એનડીએ ગઠબંધન માટે નીતિ આયોગની આ બેઠક મહત્ત્વપૂર્ણ હતી કેમ કે સાત જેટલા વિપક્ષના મુખ્યમંત્રીઓએ આ બેઠકમાં હાજરી નહોતી. હજુ સુધી એ કારણ સામે આવ્યું નથી કે નીતિશ કુમાર આ બેઠકમાં કેમ ન આવ્યાં. આ પહેલીવાર નથી કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થયા. અગાઉ ઘણીવાર આવું બન્યું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર અગાઉ પણ આ પ્રકારની કોઈ બેઠકમાં જોડાયા નથી અને બિહારનું પ્રતિનિધિત્વ તત્કાલીન ઉપમુખ્યમંત્રીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું કે આ વખતે પણ બંને ઉપમુખ્યમંત્રી સામેલ થયા. આ ઉપરાંત બિહારના ચાર કેન્દ્રીય મંત્રી પણ આયોગના સભ્ય છે અને તે બેઠકમાં હાજર હતા. જોકે નીતિશ કુમાર કેમ ન આવ્યા તેના પર કંઈ કહી શકાય તેમ નથી. મમતા બેનરજી સાથે કંઇક એવું થયું કે મચ્યો હોબાળો પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું. મારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય અપાયો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતા જ અટકાવી દેવામાં આવી અને હું માંડ 5 મિનિટ બોલી શકી.