લખનૌ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયો એક્ટિવ દવા લીક થઈ ગઈ. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ હડકંપ મચી ગયો. એનડીઆરએફ, એસડીઆરએફને માહિતી આપવામાં આવી. એરિયાને ખાલી કરાવવામાં આવ્યો. સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. જે લોકો તેના સંપર્કમાં આવ્યા તેમને રોકી દેવાયા છે. રેડિયોએક્ટિવ રેડિયેશન જોવા મળતું નથી પરંતુ ખૂબ જોખમી હોય છે.એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે એક ફ્લાઈટ લખનૌથી ગુવાહાટી જઈ રહી હતી. લખનૌ એરપોર્ટના ટર્મિનલ 3 પર સ્કેનિંગ દરમિયાન મશીનથી બીપ કર્યું. કેન્સર રોધી દવાઓ લાકડાંના બોક્સમાં પેક હતી, જેમાં રેડિયો એક્ટિવ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થઈ ગયુ. એલાર્મ વાગતાં જ સુરક્ષા એજન્સીઓને માહિતી આપવામાં આવી. આ સાથે જ એનડીઆરએફ, એસડીઆરએફને પણ બોલાવવામાં આવ્યા. આ દરમિયાન હડકંપ મચી ગયો. એરિયા ખાલી કરાવવામાં આવ્યો. ઘટનાની તપાસ ચાલી રહી છે. પેસેન્જરને હટાવીને સ્પેસ ખાલી કરાવવામાં આવી છે.