ભારતના સૌથી મોટા રાઇડ-શેરિંગ પ્લેટફોર્મ એવા રૅપિડોને પોતાની શ્રેણી E-ફંડિંગમાં 200 મિલિયન ડૉલરનાં કમિટમેન્ટ મળ્યાં છે. સમગ્ર દેશમાં શેર્ડ-મોબિલિટીમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના પોતાના મિશનમાં આ બાબત એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બની રહે છે.સીરીઝ ઈ-ફંડિંગ રાઉન્ડની આગેવાની વેસ્ટબ્રીજ કૅપિટલે સંભાળી, જે ભારતમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરનારી અગ્રણી પેઢી છે. આ રાઉન્ડમાં નવા રોકાણકારો ‘થિંક ઇન્વેસ્ટમેન્ટ’ તથા ‘ઇન્વસ ઓપર્ચ્યુનિટીઝ’ની સહિત વર્તમાન રોકાણકારોનું જોડાણ પણ જોવા મળ્યું હતું. આ નવીનતમ રોકાણથી શહેરી ગતિશીલતા (મોબિલિટી)ના ક્ષેત્રમાં રૅપિડોના પોસ્ટ-મની વૅલ્યુએશનને 1.1 બિલિયન ડોલર સુધી વધી જવા પામ્યું છે.આ ફંડિંગના મુદ્દે બોલતાં રૅપિડોના સહ-સ્થાપક શ્રી અરવિંદ સનકાએ જણાવ્યું હતું કે, મૂડીના આ નવા ઇન્ફ્યુઝન સાથે અમે અમારા ગ્રાહકોની વિકસતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરીને અમારી ઑફરનું અન્વેષણ કરવા તથા તેને વિસ્તૃત કરવા આતુરતા અનુભવીએ છીએ.
ગત વર્ષમાં અમે નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે અને અમારી દૈનિક રાઇડ (સવારી) વધીને 2.5 મિલિયન થવા પામી છે. આ રોકાણ અમને અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા પૂરી પાડવા તથા સૌના માટે શહેરી મોબિલિટી વધારવા માટે નક્કર પગલાં લેવામાં મદદરૂપ નીવડશે અને પરિણામે અમારી સેવાઓમાં નવીનતા તથા સુધારણા જારી રાખવા માટે અમને ઊર્જા આપશે.વેસ્ટબ્રીજ કૅપિટલ ખાતે સહ-સ્થાપક તથા મેનેજિંગ પાર્ટનર સુમીર ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “રૅપિડોમાં શરૂઆતના રોકાણ બાદનાં પાંચ વર્ષમાં અમે અરવિંદ, પવન, ઋષીકેશ તથા ટીમે તેને ભારતના અગ્રણી લો-કોસ્ટ મોબિલિટી પ્લેટફોર્મમાં રૂપાંતર પામતા નિહાળ્યું છે. મોટર-સાઇકલ (બાઇક), ટૅક્સીઓના પ્રભુત્વથી માંડીને 3W ઑટો તથા કૅબમાં નોંધપાત્ર પ્રગતિ કરવા સુધી તેમની વૃદ્ધિ તેમની સંજોગ અનુસારની કઠોરતા તથા સખત મહેનતથી તેઓ ગ્રાહક તથા કૅપ્ટનના સંતોષ લગીની સતત જહેમત કરતા રહ્યા છે. અમે ટીમને તેમના મૂડી-કાર્યક્ષમ સ્કેલ-અપ માટે અભિનંદન પાઠવીએ છીએ. તેમની મહેનતના કારણે રૅપિડોને હવે ભારતની સૌથી વધુ વપરાતી ગ્રાહક-ઇન્ટરનેટ એપ્લિકેશન્સમાં સ્થાન મળે છે. આ તાજેતરનું રોકાણ-ભંડોળ રાઉન્ડ અમારા આ પ્રવાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને નિર્દેશિત કરે છે.”