RBI Monetary Policy : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં 6.5 ટકાના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. દેશમાં વધતી મોંઘવારીને જોતાં આરબીઆઈએ તેની ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટને પહેલાના સ્તર એટલે કે 6.5 ટકાના દરે યથવાત્ રાખવાનો નિર્ણય લીધો હતો.
સતત નવમી વખત યથાવત્ :
ઉલ્લેખનીય છે કે આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરાયા હતા. ગત 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેન્કે આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યા નથી. ઉલ્લેખનયી છેકે નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy Committee)ની બેઠક 6થી 8 ઓગસ્ટ વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું છે કે તે મોનેટરી પોલિસીને લઈને પોતાનું વલણ નરમ રાખશે.
છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો :
RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી MPCની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.
લોનનો ઈએમઆઈ ઘટશે નહીં :
આરબીઆઈ દ્વારા વ્યાજદરો યથાવત્ત રાખવામાં આવતાં બેન્ક એફડીમાં વ્યાજ વધવાની અપેક્ષા જોવા મળી નથી. હોમ લોન ધારકોના ઈએમઆઈ પર કોઈ વધારો થશે નહીં. રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગુ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકો છો.