ભટકવાની લાલસા અને મૈત્રીને સમકાલીન રીતે આલેખિત કરતી રોયલ એનફિલ્ડે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ખૂબી પ્રાદેશિક ટી-શર્ટ કલેકશન ગર્વપૂર્વક રજૂ કરીને સલામી આપી છે. મોટરસાઈકલિંગ માટે વૈવિધ્યતા અને સમાન જોશની ઉજવણીમાં રોયલ એનફિલ્ડ 16 વિશિષ્ટ ડિઝાઈન લાવી છે, જે દરેક અલગ અલગ ભારતીય રાજ્યોનો અજોડ વારસો, સંસ્કૃતિ અને જોશને સલામી આપે છે. દરેક ડિઝાઈનમાં પ્રદેશની ખૂબી છે, જે તેમનાં મૂળ સાથે વળગી રહેતા રાઈડરો સાથે સુમેળ સાધે છે. સૂઝબૂઝભરી બારીકાઈ સાથે ઘડવામાં આવેલાં રાજ્ય પ્રેરિત ટી-શર્ટસ સ્થાનિક ગૌરવનું દ્યોતક છે. અદભુત સ્મારકોથી પ્રસિદ્ધ સીમાચિહનો સુધી દરેક ટી-શર્ટ તેના સંબંધિત પ્રદેશની અજોડ ખૂબી આલેખિત કરે છે, જેમાં દરેક ડિઝાઈનમાં સૂઝબૂઝપૂર્વક આઈકોનિક બુલેટ/ ક્લાસિકનું નિર્વિવાદ સિલ્હટ શોભે છે. ગુજરાતના રાઈડરો “બહુ સરસ છે” ટી-શર્ટ સાથે તેમની આઈકોનિક મોટરસાઈકલો માટે તેમના સ્થાનિક ગૌરવ અને પ્રેમને પ્રદર્શિત કરી શકે છે. આ શર્ટ વસ્ત્રોથી પાર જાય છે. તે રાજ્યના અજોડ જોશ, તેની બોલીભાષા અને રાઈડરની વિશ્વસનીય રોયલ એનફિલ્ડની ઉજવણી છે.રૂ. 990ની કિંમત સાથે આ ટી-શર્ટસ 100 ટકા બીસીઆઈ કોટન સાથે તૈયાર કરાયાં છે, જે કમ્ફર્ટ અને સ્ટાઈલને સમાન કરવાનું વચન આપે છે. ખુલ્લા રસ્તાઓથી રોજબરોજની સાહસો સુધી આસાનીથી સુમેળ સાધતાં આ ટી-શર્ટસ કોઈ પણ રાઈડરને વોર્ડરોબમાં અવશ્યક ઉમેરવા પ્રેરિત કરે છે.