અમદાવાદ : યુરોપિયન યુનિયનમાં ભારતીય કુદરતી રબર નિકાસકારોની નોંધનીય વિકાસને ધ્યાનમાં લેતાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કેન્દ્ર સરકારના ધ રબર બોર્ડ અને હૈદરાબાદ સ્થિત ટકાઉ ટેક્નોલોજી કંપની ત્રયંભુ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (TRST01) વચ્ચે કેરળના કોટ્ટાયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ યુરોપિયન યુનિયન ડિફોરેસ્ટેશન રેગ્યુલેશન્સ (EUDR)ના પાલનની ખાતરી અને ભારતમાં કુદરતી રબરના નિકાસકારોના વિકાસને વેગ આપવાનો છે. EUDRનું સંપૂર્ણપણે અમલીકરણ 30 ડિસેમ્બર, 2024થી શરૂ થવાનું છે. EUDRએ કંપનીઓ પર રબર, કોફી, કોકો, લાકડું, પશુધન, સોયા અને પામ ઓઈલ સંબંધિત સાત કોમોડિટીનો ઈયુ (યુરોપિયન યુનિયન)બજારમાં પુરવઠો પહોંચાડવા તથા ઈયુની બહાર નિકાસ કરવા સંદર્ભે નવી જરૂરિયાતો લાગૂ કરી છે. આ
કોમોડિટીનો ઉપયોગ ટાયર, ફર્નિચર, ચોકલેટ, લેધર, કુદરતી રબરમાંથી કપડાં, પેપર પેકેજિંગ, અને પેલેટ્સની બનાવટમાં થાય છે. આ કંપનીઓએ વનનાબૂદી પૃથ્થકરણ, જોખમનું વિસ્તૃત મૂલ્યાંકન અને જોખમ ઘટાડાની પ્રક્રિયાઓ મારફત આ ગુડ્સ નષ્ટ થયેલા જંગલોમાંથી તો નથી આવી રહ્યા ને તેની ખાતરી કરવાની રહેશે.ઉદ્યોગના દિગ્ગજો, સ્ટેક હોલ્ડર્સ અને સરકારી અધિકારીઓની હાજરીમાં ધ રબર બોર્ડના સીઈઓ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી એમ. વસંથાગેસન આઈઆરએસ TRST01ના સીઈઓ શ્રી પ્રબિર મિશ્રાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઉદ્યોગ અને નિયમનકારી સંસ્થાઓ વચ્ચેના જોડાણને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે રોપિયન યુનિયન ડિફોરેસ્ટેશન રેગ્યુલેશન્સ જેવા વનનાબૂદીના આકરા નિયમોના પાલન પર ભાર મૂકી કોમોડિટી નિકાસકારોને સક્ષમ બનાવે છે.