રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, અમારી સામે ફરિયાદ આવી હતી કે, સોશિયલ મીડિયા ક્રિમિનલ, આતંકવાદી, હિંસા ફેલાવનાર લોકોને પ્રમોટ કરતું પ્લેટફર્મ બની ગયું છે
નવી દિલ્હી: નેટફ્લિક્સ, અમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મ, ફેસબુક-ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે હવે ભારત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ અંગે યોજાયેલી યેક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકાર પ્રસાદે કહ્યુ કે, સોશિયલ મીડિયા કંપનીઓ વેપાર માટે ભારતમાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ થવા પર ફરિયાદ માટે ફોરમ હોવું જોઈએ. નવી ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફરિયાદ મળવા પર વાંધાજનક સામગ્રી હટાવવી પડશે. સાથે જ ડિજિટલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ સેલ્ફ રેગ્યુલેશન કરવું પડશેપ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રવિ શંકર પ્રસાદે જણાવ્યુ હતુ કે, વેપાર માટે આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું અમે સ્વાગત કરીએ છીએ. સરકાર ટિપ્પણી માટે પણ તૈયાર છે. પરંતુ સોશિયલ મીડિયના ખોટા ઉપયોગ પર ફરિયાદ કરવા માટે ફોરમ મળવું જોઈએ. સોશિયલ મીડિયા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તે, ત્રણ મહિનામાં લાગૂ થઈ જશે. મંત્રીના કહેવા પ્રમાણે ભારતમાં વોટ્સએપના 53 કરોડ યૂઝર્સ, ફેસબુકના 40 કરોડથી વધારે અને ટ્વિટરના એક કરોડથી વધારે યૂઝર્સ છે. ભારતમાં આ તમામનો ખૂબ ઉપયોગ થાય છે. પરંતુ આના પર જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેના પર કામ કરવું જરૂરી છે.