LPG સિલિન્ડરના ભાવમાં વધારો, આ મહિને 100 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

0
90
આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયો. એટલે કે 25 રૂપિયા ભાવ વધ્યો.
આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયો. એટલે કે 25 રૂપિયા ભાવ વધ્યો.

નવી દિલ્હી: રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે. આ અગાઉ 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા હતા. ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો થયો હતો. 1 ડિસેમ્બરના રોજ 594 રૂપિયા રૂપિયાથી વધીને તેનો ભાવ 644 રૂપિયા કરાયો હતો અને ફરીથી 15 ડિસેમ્બરે એકવાર તેનો ભાવ 694 રૂપિયા કરવામાં આવ્યો. એટલે કે એક જ મહિનાની અંદર 100 રૂપિયાનો વધારો કરાયો. જો કે જાન્યુઆરીમાં ભાવ વધ્યા નહીં. જાન્યુઆરીમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ 694 રૂપિયા હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો નહીં અને તે તેની જૂની કિંમત 694 રૂપિયે જ મળી રહ્યો હતો 1 ફેબ્રુઆરીના રોજ ભાવમાં વધારો ન થયો. પરંતુ 4 ફેબ્રુઆરીના રોજ ફરીથી ભાવ વધીને 719 રૂપિયા થયા. એટલે કે 25 રૂપિયા વધારો ઝીંકાયો. 10 જ દિવસની અંદર એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો ફરી વધારો થયો. અને