પેરિસ પેરાલિમ્પિકસમાં ભારતીય એથ્લીટે સતત શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. આજે સચિન સરજેરાવ ખિલારીએ મેન્સ શોટ પુટ ઇવેન્ટમાં F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સાથે જ પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક રીતે ભારતે અત્યાર સુધીમાં 21 મેડલ જીતી લીધા છે.ફાઇનલ મેચમાં સચિને તેના બીજા પ્રયાસમાં 16.32 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે જીત્યો હતો. સ્ટુઅર્ટનો શ્રેષ્ઠ થ્રો 16.38 મીટર રહ્યો હતો. જ્યારે ક્રોએશિયાના બાકોવિક લુકાએ 16.27 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
A stellar throw & a well-deserved Silver Medal for Sachin Khilari in Men's Shot Put F46 at the #Paralympics2024! Your effort embodies the true spirit of sportsmanship & perseverance, making Bharat proud!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 4, 2024
Under the visionary leadership of the PM Shri @narendramodi ji, Bharat is… pic.twitter.com/hlLNiQpwpx