સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024ની 10 ટોપ ટીમોની ઘોષણા કરી હતી. ટોપ 10 ટીમો હવે ગ્રાન્ડ ફિનાલેમાં જશે, જ્યાં તેઓ તેમના યુનિક આઈડિયાઝ સેમસંગના આગેવાનો અને અન્ય મુખ્ય ઉદ્યોગના આગેવાનોનો સમાવેશ ધરાવતી પ્રતિષ્ઠિત જ્યુરી સમક્ષ પ્રસ્તુત કરશે. પસંદ કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ પ્રદેશમાંથી આવી છે, જેમાં આસામમાં ગોલાઘાટંદ કામરૂપ ગ્રામીણ, રાજસ્થાનમાં ઝાલાવાર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરનો સમાવેશ થાય છે, જે પ્રોગ્રામની ઊંડી પ્રાદેશિક પહોંચ આલેખિત કરે છે. આ ફાઈનલિસ્ટો સઘન પસંદગી પ્રક્રિયા હેઠળ પસાર થયા હતા, જેમાં સેમસંગના જ્યુરી સભ્યો સામે પિચ પ્રસ્તુતિકરણના ઘણા બધા રાઉન્ડ્સ અને સેમસંગ તથા ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઈઆઈટી દિલ્હીના નિષ્ણાતો દ્વારા મેન્ટરિંગ સત્રોનો સમાવેશ થતો હતો. રિવોર્ડ તરીકે આ દરેક 20 ટીમોને પ્રોટોટાઈપ વિકસાવવા માટે રૂ. 20,000ની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત યુથ ટ્રેકમાંથી પસંદ કરાયેલી ટીમોને સેમસંગ ગેલેક્સી લેપટોપ પ્રાપ્ત થયા હતા, જ્યારે સ્કૂલ ટ્રેકની ટીમોને ગેલેક્સી ટેબ્સ પ્રાપ્ત થયાં હતાં. પ્રોગ્રામની 3જી આવૃત્તિમાં વિદ્યાર્થીઓએ બે આકર્ષક થીમો હેઠળ તેમના આઈડિયા સુપરત કર્યા હતા, જેમાં કમ્યુનિટી એન્ડ ઈન્ક્લિઝન તથા એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે. બે વ્યાપક થીમો હેઠળ મોટા ભાગના આઈડિયા મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સંસાધનને પહોંચ, પ્રયોગાત્મક અભ્યાસમાં પડકારો, ડિજિટલ સાક્ષરતા, જળ સંવર્ધન અને આર્સેનિક પ્રદૂષણ જેવા મુખ્ય મુદ્દાઓ નાથવા પર કેન્દ્રિત હતા.
સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ
Date: