ભારતના પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રને નોંધપાત્ર બળ આપતાં સાત્વિક સોલરે ભારતીય હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેટર પીએસયુ સતલુજ જલ વિદ્યુત નિગમ (એસજેવીએન)ના પંજાબમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે 70.2 મેગાવોટના ઉચ્ચ-કાર્યક્ષમ મોનો પીઇઆરસી 545 ડબલ્યુપી સોલર પીવી મોડ્યુલ સફળતાપૂર્વક ડિલિવર કર્યાં છે. પંજાબમાં એસજેવીએનના પ્રમુખ પ્રોજેક્ટ માટે આ ઐતિહાસિક સપ્લાય ચાર મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરાઇ છે, જે ભારતમાં સ્વચ્છ ઉજામાં બદલાવને ગતિ આપવાની સાત્વિક સોલરની કટીબદ્ધતા દર્શાવે છે.પંજાબ પ્રોજેક્ટ રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં ઘણાં અંશે વધારો કરવા માટે સજ્જ છે તથા ભારતની મહાત્વાકાંક્ષી સસ્ટેનેબલ પાવર ડેવલપમેન્ટ લક્ષ્યોને અનુરૂપ પણ છે. સાત્વિક સોલર અને એસજેવીએન વચ્ચેનો સહયોગ આ રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. સાત્વિક સોલરના ઉચ્ચ-કાર્યક્ષમ મોનો પીઇઆરસી મોડ્યુલ એસજેવીએનના પંજાબ પ્રોજેક્ટના સમયસર અમલીકરણ એ મહત્તમ પ્રદર્શન માટે મહત્વપૂર્ણ પરિબળ હતું, જે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા પરિદ્રશ્ય ઉપર નોંધપાત્ર પ્રભાવ પેદા કરવા માટે સજ્જ છે. આ પ્રોજેક્ટ માટે સપ્લાય કરાયેલા મોડ્યુલ સાત્વિક સોલરની તકનીકી ક્ષમતાઓ દર્શાવે છે. સિંગલ-ક્રિસ્ટલ સિલિકોનથી બનેલા મોનોક્રિસ્ટલાઇન – ફુલ સેલ મોડ્યુલ એક સમાન કાળા રંગની ઉપસ્થિતિની વિશેષતા ધરાવે છે તથા ઓછા પ્રકાશની સ્થિતિમાં સારી ક્ષમતા પ્રદાન કરે છે. તે એવાં સંસ્થાનો માટે આદર્શ છે કે જ્યાં જગ્યાનો ઉપયોગ મહત્તમ થવો જરૂરી છે.આ પ્રસંગે સાત્વિક સોલરના સીઇઓ પ્રશાંત માથુરે કહ્યું હતું કે, “સાત્વિક સોલર ખાતે અમે માત્ર સૌર મોડ્યુલનું જ નિર્માણ નથી કરતાં, પરંતુ અમે ભારતના ઉર્જા ભવિષ્યની આધારશિલા તૈયાર કરી રહ્યાં છીએ. એસજેવીએનને અમારી સફળ ડિલિવરી અત્યાધુનિક તકનીકીની સાથે મોટાપાયે સૌર પહેલોનો સમર્થન કરવાની અમારી ક્ષમતા દર્શાવે છે. એસજેવીએનની સાથે અમારી ભાગીદારી અમારી બજાર ઉપસ્થિતિને મજબૂત કરે છે તથા દેશના મહાત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જાના લક્ષ્યોની દિશામાં પ્રગતિને પણ બળ આપે છે.”