દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) એ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતના પેરાલિમ્પિક ચેમ્પિયનોને સન્માનિત કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ઇવેન્ટ દરમિયાન બેંકે 29 પેરાલિમ્પિક વિજેતાઓને ચેક અર્પણ કર્યા હતા અને ભારતને પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ 18મું સ્થાન પ્રાપ્ત કરાવનારની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરી હતી.સમારંભમાં પોતાના વિચારો વ્યક્ત કરતા એસબીઆઇના ચેરમેન સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે, “પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન આપણા રાષ્ટ્રની રમતગમતની યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ છે. આ એથ્લેટ્સે નિર્ણાયક્તા અને મક્કમતા દ્વારા અવરોધોને દુર કરીને શું હાંસલ કરી શકાય છે તે પુનઃવ્યાખ્યાયિત કર્યું છે અને રાષ્ટ્રને પ્રેરણા આપી હતી. આ ચેમ્પિયનોને સમર્થન આપવા બદલ એસબીઆઇ ખાતે અમે ગર્વ અનુભવીએ છીએ અને પ્રતિભાશાળી લોકોને પોષવા અને ભારતીય રમતો માટે વધુ સમાવિષ્ટ, સમૃદ્ધ માહોલ ઊભો કરવાની અમારી પ્રતિબદ્ધતામાં અમે અડગ છીએ.”સમાવિષ્ટતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ એસબીઆઇએ તેની નાણાકીય વર્ષ 2024-25માં સીએસઆરની પહેલના ભાગરૂપે આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO) સાથે સહયોગની પણ જાહેરાત કરી હતી. ભાગીદારીનો હેતુ દેશભરમાં 20 સ્થળોએ આશરે 9,000 દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ કરવાનો છે.આ પહેલ વ્યક્તિઓનું સશક્તિકરણ કરવા, સમાવેશિતાને પ્રોત્સાહન આપવા અને ભારતીય રમતોને ટેકો આપવા માટે એસબીઆઇનું સમર્પણ દર્શાવે છે.