વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી બજારમાં ફરી આક્રમક તેજીએ ડાઉ જોન્સ ૫૫૫ પોઈન્ટ અને આઈટી શેરોના નાસ્દાકમાં ૪૦૨ પોઈન્ટનો તોફાની ઉછાળો આવતાં અને અમેરિકી અર્થતંત્ર માટે મંદીનો ભય ટળતાં અને પોઝિટીવ સંકેતે આજે એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે ભારતીય શેર બજારોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ઓટો શેરોની આગેવાનીએ બજારે હનુમાન કૂદકો લગાવ્યો હતો. ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતના આઈટી શેરો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના ઓટોમોબાઈલ ફ્રન્ટલાઈન શેરો સાથે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક સહિતના બેંકિંગ-ફાઈનાન્સ શેરો તેમ જ રિલાયન્સ, આઈટીસી સાથે કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરો અને રિયાલ્ટી શેરોમાં પણ ફંડોએ મોટી ખરીદી કરી બજારમાં ફુલગુલાબી તેજી કરી મૂકી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ખરીદી કરી બજારમાં વેચનારાઓને અફસોસ કરાવ્યો હતો. સેન્સેક્સ ૧૩૩૦.૯૬ પોઈન્ટની છલાંગે ૮૦૪૩૬.૮૪ અને નિફટી ૫૦ સ્પોટ ૩૯૭.૪૦ પોઈન્ટ ઉછળીને ૨૪૫૪૧.૧૫ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૧૦૯૮ ઉછળ્યો : ઝેનસાર રૂ.૫૬, ટીસીએસ રૂ.૧૨૫, વિપ્રો રૂ.૨૧, રામકો રૂ.૨૪ વધ્યા :
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો, મહારથીઓએ આક્રમક ખરીદી કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૯૮.૨૮ પોઈન્ટ ઉછળીને ૪૧૫૪૯.૧૨ બંધ રહ્યો હતો. ઝેનસાર ટેકનોલોજી રૂ.૫૫.૯૫ ઉછળી રૂ.૭૯૭.૯૦, એમ્ફેસીસ રૂ.૧૦૪.૭૫ ઉછળી રૂ.૨૯૧૧.૬૫, જેનેસિસ રૂ.૪૫.૦૫ વધીને રૂ.૭૦૯.૪૫, રામકો સિસ્ટમ રૂ.૨૩.૭૦ વધીને રૂ.૩૯૩.૮૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૨૨.૧૫ ઉછળી રૂ.૩૭૪.૭૦, મેપમાય ઈન્ડિયા રૂ.૧૩૪.૯૦ વધીને રૂ.૨૨૪૭.૫૫, વિપ્રો રૂ.૨૧.૩૦ વધીને રૂ.૫૧૬.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૬૧.૨૦ વધીને રૂ.૧૫૮૫.૧૦, પ્રોટીઅન રૂ.૮૬.૯૦ વધીને રૂ.૧૯૨૧.૪૫, ટીસીએસ રૂ.૧૨૪.૯૦ વધીને રૂ.૪૪૧૬.૫૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૩.૧૦ વધીને રૂ.૧૬૬૯.૦૫, ઈન્ફોસીસ રૂ.૩૬.૭૦ વધીને રૂ.૧૮૫૯.૩૫ રહ્યા હતા. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો ફરી તેજીમાં આવી મોટાપાયે ખરીદદાર બન્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૧૮૭.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૬.૭૫ વધીને રૂ.૧૩૬૫.૪૦, કેનેરા બેંક રૂ.૧.૯૫ વધીને રૂ.૧૦૭.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૦.૮૦ વધીને રૂ.૧૭૭૮.૯૫, એચડીએફસી બેંક રૂ.૨૪.૪૫ વધીને રૂ.૧૬૩૨.૩૫, એક્સિસ બેંક રૂ.૧૪.૫૦ વધીને રૂ.૧૧૬૭.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૫૦ વધીને રૂ.૮૧૨.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૧૧.૮૬ પોઈન્ટ ઉછળીને ૫૭૬૩૩.૮૧ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સની ૧૦૭૭ પોઈનટની છલાંગ : અશોક લેલેન્ડ, મહિન્દ્રા, ટાટા મોટર્સ, બોશ, એકસાઈડ ઉછળ્યા :
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૭૭.૩૭ પોઈન્ટ ઉછળીને ૫૭૮૨૩.૦૬ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૯.૩૫ વધીને રૂ.૨૫૫.૮૦, ટાટા મોટર્સ રૂ.૩૬.૮૦ વધીને રૂ.૧૦૯૮.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૪.૭૦ વધીને રૂ.૨૮૪૦.૬૦, બોશ રૂ.૯૩૧.૧૫ વધીને રૂ.૩૧૯૧૯.૩૦, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૧૦ વધીને રૂ.૪૯૫.૩૦, આઈશર મોટર્સ રૂ.૮૩.૪૦ વધીને રૂ.૪૮૧૬.૧૦, બજાજ ઓટો રૂ.૧૩૮.૯૦ વધીને રૂ.૯૮૮૭.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૫૧.૭૫ વધીને રૂ.૫૧૨૫.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૭.૭૦ વધીને રૂ.૩૭૬૧.૧૫ રહ્યા હતા.