બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફેન ફોલોઇંગમાં વડાપ્રધાન મોદીને પણ પાછળ કરી ઇન્સ્ટાગ્રામ પર આગળ નીકળી ગઈ છે. બન્નેના ફોલોઅર્સમાં થોડું જ અંતર છે. જો કે, X પર પીએમ મોદી ખૂબ જ આગળ છે. ત્યાં તેમને 101.2 લોકો ફોલો કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો જશ્ન મનાવી રહી છે. શ્રદ્ધા કપૂર હવે ઇન્સ્ટાગ્રામ પર ટોપ 3ની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. નંબર 1 પર વિરાટ કોહલી, બીજા નંબર પર પ્રિયંકા ચોપરા અને ત્રીજા નંબર પર શ્રદ્ધા કપૂર છે. શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 91.4 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. બીજી તરફ પીએમ મોદીને 91.3 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. આ ડેટા 21 ઑગષ્ટ 2024નો છે.
કોના કેટલા ફોલોઅર્સ :
વિરાટ કોહલીના 271 મિલિયન ફોલોઅર્સ છે. પ્રિયંકા ચોપરાના 91.8 મિલિયન ફોલોઅર્સ છે. આલિયા ભટ્ટના 85.1 મિલિયન અને દીપિકા પાદુકોણના 79.8 મિલિયન ફોલોઅર્સ છે. શાહરૂખ ખાન આ બધાથી ઘણો પાછળ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 47.3 મિલિયન ફોલોઅર્સ છે. 15 ઑગષ્ટના રોજ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2’ રિલીઝ થઈ હતી. આ હોરર કોમેડી ઇન્ડિયન બૉક્સ ઑફિસ પર 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.